બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Japan ask pakistan to take concrete action against terror infrastructure

2+2 બેઠક / ભારત-જાપાનની પાકિસ્તાનને ચેતવણી, આતંકવાદી અડ્ડાઓ પર કાર્યવાહી કરો

Hiren

Last Updated: 03:59 PM, 26 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને જાપનના વિદેશમંત્રી અને રક્ષામંત્રીઓ વચ્ચે 2 પ્લસ 2 ફોર્મેટ ડાયલોગમાં પાકિસ્તાનમાં ચાલી રહેલ આતંકવાદી અડ્ડાઓથી ક્ષેત્રીય શાંતિ સામે કાયમી ખતરા પર ચિંતા વ્યક્ત કરી. બન્ને દેશોએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે તેઓ પોતાને ત્યાં ટેરર નેટવર્ક્સ પર નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરે.

  • ટેરર નેટવર્ક પર નક્કર કાર્યવાહી કરે પાકિસ્તાન: જાપાન
  • પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડાઓ પર કાર્યવાહી કરેઃ જાપાન
  • રક્ષામંત્રી અને વિદેશમંત્રીની 2 પ્લસ 2 બેઠક યોજાઈ

FTF સહિત તમામ આંતરરાષ્ટ્રીય માપદંડોનો હવાલો

બન્ને દેશોએ પાકિસ્તાન સરકારને વિશેષ રૂપે આતંકવાદ સાથે લડવાથી લઇને આંતરરાષ્ટ્રીય સમુદાયથી કેટલાક વાયદાઓ પર તમામ પ્રકારે ખરા ઉતરવા કહ્યું જેમાં વૈશ્વિક આતંકવાદ વિરોધી સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FTF) દ્વારા સૂચવેલ પગલાં પણ સામેલ છે.

2 પ્લસ 2 ફોર્મેટની પ્રથમ વાતચીત

અધિકારીઓએ જણાવ્યું કે આ વાતચીતમાં રક્ષામંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું. જ્યારે જાપાની પ્રતિનિધિમંડળની આગેવાની ત્યાંના વિદેશ મંત્રી તોશિમિત્શુ મોતેગી અને રક્ષામંત્રી તારો કોનો કરી રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષ આયોજિત 13માં ભારત-જાપાન વાર્ષિક સંમેલનમાં જાપાની પ્રધાનમંત્રી શિંઝો આબેની સાથે બન્ને દેશો વચ્ચે વાતચીત માટે 2 પ્લસ 2 વાળી રૂપરેખા નક્કી કરી હતી.

પાકિસ્તાન આતંકવાદીઓના અડ્ડાઓ પર કાર્યવાહી કરેઃ જાપાન

2 પ્લસ 2 ફ્રેમવર્કની પ્રથમ વાતચીત બાદ જાહેર ભારત-જાપનના સંયુક્ત નિવેદનમાં કહ્યું કે, મંત્રીઓએ આ વાત પર ભાર આપ્યો કે તમામ દેશોએ આ ફરજિયાતપણે નક્કી કરવું પડશે કે તેઓ પોતાની જમીનનો ઉપયોગ કોઇ બીજા દેશ પર કોઇ પણ રીતે આતંકવાદી હુમલા માટે નહીં થવા દે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ સંદર્ભે તેમણે પાકિસ્તાનથી સંચાલિત આતંકવાદી અડ્ડાઓથી ક્ષેત્રીય સુરક્ષા પર ખતરો મંડરાય રહ્યા હોવાનો ઉલ્લેખ કરતા તેને તેમના આતંકવાદી ઠેકાણાઓ વિરૂદ્ધ નક્કર અને નિર્ણાયક કાર્યવાહી કરવા અને FTF સહિત તમામ આંતરરાષ્ટ્રીય અપેક્ષાઓને પર ખરા ઉતરવા કહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ