16 વર્ષની એક્ટ્રેસને પ્રોડ્યુસરે કહ્યું ‘કિસ કર’, અને પછી...

By : juhiparikh 07:15 PM, 13 March 2018 | Updated : 07:15 PM, 13 March 2018
ઓછા સમયમાં ટેલિવિઝન પરની સીરિયલ 'તુ આશિકી'એ લોકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી દીધી છે. આ સીરિયલમાં લીડ એક્ટર્સ ઓછી ઉંમરના છે અને આ સાથે જ તેમની લવ સ્ટોરી લોકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ રહી છે. આ વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે સીરિયલમાં પંક્તિનું કેરેક્ટર પ્લે કરી રહેલી એક્ટ્રેસની માતાએ સેટ પર લવ સીનને લઇને હંગામો કરી દીધો છે. 

સૂત્રોનુસાર, પંક્તિનો રોલ કરી રહેલી  જન્નત ઝુબૈર રહેમાનીની માતા સાથે પ્રોડ્યુસર્સને બબાલ થઇ ગઇ છે. વાસ્તવમાં આ શોમાં બન્ને એક્ટર્સ વચ્ચે રોમાન્ટિક સીન કરવાનો હતો. આથી પ્રોડ્યુસર બન્ને વચ્ચે કિસિંગ સીનનું શૂટિંગ કરવા ઈચ્છતાં હતાં. જોકે, જ્યારે આ વાતની જાણ જન્નતની માતાને થતાં તે ગુસ્સે ભરાઈ હતી.

એવી પણ ચર્ચા છે કે આ સીરિયલમાં કામ કરતાં પહેલા જન્નતની માતાએ મેકર્સ પાસે ‘no-kissing clause’ પણ સાઈન કરાવ્યું હતું. જોકે, હવે મેકર્સ આ કોન્ટ્રાક્ટની વિરૂદ્ધ જતાં જન્નતની મોમ ભડકી હતી.

સીરિયલમાં લીડ રોલ પ્લે કરનારી એક્ટ્રેસ જન્નત 16 વર્ષની છે જ્યારે રિત્વિક અરોરા 21 વર્ષનો છે. નોંધનીય છે કે જન્નતે નાની ઉંમરમાં જ ટેલિવિઝનની દુનિયામાં પગ રાખ્યો હતો. બાળ કલાકાર તરીકે કામ કરનાર જન્નતની એક્ટિંગ પણ દર્શકોએ ખૂબ જ વખાણી હતી. ‘ફુલવા’માં પણ જન્નતનું કામ ખૂબ જ વખાણવામાં આવ્યું હતું.Recent Story

Popular Story