બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / jan dhan account balance missed call sbi missed call pnb balance bank of india account
Bhushita
Last Updated: 10:18 AM, 15 April 2020
ADVERTISEMENT
SBIના ખાતેદારો આ રીતે ચેક કરો બેલેન્સ
ADVERTISEMENT
SBIએ પોતાના ગ્રાહકો માટે આ વિશેષ સુવિધા રજૂ કરી છે. કોઈપણ જન ધન ખાતાધારક 18004253800 અથવા 1800112211 પર ફોન કરીને ખાતાનું બેલેન્સ જાણી શકે છે. ગ્રાહકે આ નંબર પર તેના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી મિસ્ડ કૉલ કરવો પડશે. કૉલ કર્યા પછી, તમને તમારા એકાઉન્ટ બેલેન્સ ઉપરાંત છેલ્લા 5 ટ્રાન્ઝેક્શન વિશે માહિતી મળશે. આ સિવાય તમે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9223766666 પર કૉલ કરીને પણ આ બધી માહિતી લઈ શકો છો.
PNB એકાઉન્ટ હોલ્ડર્સ આ રીતે ચેક કરી શકે છે બેલેન્સ
PNB એકાઉન્ટ ધારકો તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 18001802223 અથવા 01202303090 પર મિસ્ડ કૉલ આપી શકે છે. આ નંબર પર મિસ્ડ કૉલ આપ્યા પછી, તમારા એકાઉન્ટના બેલેન્સનો મેસેજ તમારી પાસે આવશે. આ સિવાય તમે BAL (સ્પેસ) 16 અંક નંબર લખીને 5607040 પર એસએમએસ કરીને પણ આ વિશેની માહિતી મેળવી શકો છો.
Bank of Indiaના ખાતેદારો આ રીતે જાણી શકશે
Bank of Indiaના ખાતેદારોએ બેલેન્સ જાણવા માટે 09015135135 પર મિસ્ડ કૉલ કરવાનો રહે છે. મિસ્ડ કૉલ કર્યા બાદ તમારા ફોનમાં મેસેજ આવે છે.
OBC બેંકના ખાતેદારો માટે
OBC બેંકમાં ખાતું હોય તો તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 8067205767 પર મિસ્ડ કૉલ કરવાનો રહે છે. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 1800-180-1235નો પણ ઉપયોગ કરી શકો છો. આ સાથે કસ્ટમર કેયરની સાથે વાત કરીને પણ બેલેન્સ ચેક કરી શકો છો.
Indian Bankના ગ્રાહકો માટેનો નંબર
Indian Bankના ખાતેદારો માટે પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 180042500000 નંબર પર કૉલ કરો. આ સિવાય તમે 9289592895 પર કૉલ કરીને પણ પોતાના ખાતાનું બેલેન્સ જાણી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.