બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

logo

હિટસ્ટ્રોકને કારણે શાહરૂખ ખાનની તબિયત બગડી, રિપોર્ટ આવ્યા નોર્મલ, કે.ડી હોસ્પિટલના આઠમા માળે દાખલ

logo

IPL 2024 Eliminator, RRએ ટોસ જીત્યો, RCBને આપી હતી પહેલી બેટિંગ, RCB 172/8 (20), રાજસ્થાનને જીતવા 173 રનની જરૂર

logo

લૂ લાગવાના લીધે શાહરૂખ ખાનની લથડી તબિયત, અમદાવાદ કે.ડી.હોસ્પિટલમાં કરાયા દાખલ

logo

બાળકોના આધારકાર્ડના આધારે પ્રમાણપત્ર માટે મહત્વનો નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagars roads are bumpy Even after the announcement of road repairs

કઠણાઇ / જામનગરના રસ્તા ખખડધજ : રસ્તા રિપેરિંગની જાહેરાત બાદ પણ એની એજ સ્થિતિ, લોકોને થયા કમરના દુઃખાવા

Mahadev Dave

Last Updated: 10:25 PM, 25 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરમાં ચોમાસુ લગભગ વિદાય ભણી છે છતાં પણ માર્ગ પર મસમોટા ખાડાનું સામ્રાજ્ય જોવા મળતા લોકોમાં રોષ ફેલાયો છે.

  • જામનગરમાં મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન
  • નવરાત્રી આવી, ખાડા ક્યારે પુરશો?
  • રસ્તાના સમારકામના દાવાઓ માત્ર કાગળ પર ?

જામનગર શહેરના મુખ્ય વિસ્તારોમાં અને મુખ્ય માર્ગો પર ખાડાઑને કારણે વાહન ચાલકો અને શહેરીજનોને વારંવાર અકસ્માતનો ભોગ બનવું પડતું હોય છે.  હવે જ્યારે ચોમાસુ વીતી ગયું તેમ છતાં હજુ પણ તંત્ર દ્વારા ખરાબ રસ્તાઓ અંગે રીપેરીંગની કાર્યવાહી ન કરાતા શહેરીજનોમાં નારાજગી જોવા મળી રહી છે.

સરકારના દાવાનું શું થયું ? 
વરસાદના કારણે રાજ્યભરમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો છે. સરકારે પણ રોડ પર ખુલ્લા પડેલા ભ્રષ્ટાચારને નવરાત્રી પહેલા ઢાંકવાનો વાયદો કર્યો હતો. જોકે આજે પણ અનેક રોડ પર મસમોટા ખાડા છે.ત્યારે જામનગર શહેરમાં પણ લોકો ખાડાના કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ચોમાસુ પૂર્ણ થયા બાદ પણ રસ્તા બિસ્માર હોવાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખરાબ રોડના કારણે લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યા છે. ત્યારે જનતાનું કહેવું છે કે સરકારના વચનનું શું થયું ? 

રસ્તાનું સમારકામ ક્યારે?
જામનગર શહેરના ગૌરવ પથ અને અન્ય મુખ્ય વિસ્તારો અને બજારોના માર્ગો ઉપર ખાડાઓ પડવાના કારણે રસ્તાઑ બિસ્માર બન્યા છે.  જે તે સમયે જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના સત્તાધીશો દ્વારા ચોમાસુ પૂર્ણ થયા બાદ તમામ રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી આ કામગીરી જામનગરમાં ક્યાંય શરૂ કરાઈ નથી. જામનગર મહાનગરપાલિકા ખાતે છેલ્લે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં પણ રોડમાં પડેલ ખડાઓનું પેચવર્ક કરવા માટે લાખો રૂપિયાના કામને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ હજી સુધી જામનગર શહેરમાં મુખ્ય માર્ગો પર પડેલ ખાડાઓનું રીપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. હાલ નવરાત્રી સહિતના તહેવારો ચાલી રહ્યા હોય ત્યારે ખાડાના કારણે અકસ્માત સર્જાઇ તો જવાબદાર કોણ ? આથી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં માર્ગ ઉપર પડેલા ખાડાઓ અને રસ્તાઓના રીપેરીંગ કામ ક્યારે શરૂ કરવામાં આવશે તેવી લોક માંગણી શહેરીજનોમાંથી ઉઠવા પામી છે.

સળગતા સવાલ

  • જામનગરની જનતાને ક્યારે મળશે સારા રસ્તા?
  • ચોમાસુ પૂર્ણ થયું છતા રસ્તાનું સમારકામ કેમ શરૂ ન થયું?
  • રસ્તાના સમારકામના માત્ર દાવાઓ જ કરાય છે?
  • ટેક્સ વસૂલવામાં આગળ, સુવિધામાં પાછળ કેમ?
  • કોર્પોરેશનને જનતાની સમસ્યા કેમ નથી દેખાતી?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ