બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શેરબજારમાં નફાની લાલચમાં જામનગરના વૃદ્ધ ફસાયા, સાયબર ટોળકીએ પડાવ્યા 1.81 કરોડ રૂપિયા
Last Updated: 09:12 PM, 15 January 2025
જામનગરમાં સાયબર ફ્રોડની વધુ એક ઘટના સામે આવી છે. સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ શેરબજારમાં રોકાણના બહાને અને મોટા નફાની લાલચ ફસાયા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી 2 શખ્સોએ એક વૃદ્ધે પાસેથી રૂપિયા 1 કરોડ 81 લાખની રકમ પડાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
વૃદ્ધે 1 કરોડ 81 લાખની રકમ ગુમાવી
ADVERTISEMENT
જામનગરના એક વૃદ્ધે તગડા નફાની લાલચે રૂપિયા 1 કરોડ 81 લાખની રકમ ગુમાવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી 2 શખ્સોએ વૃદ્ધને વિશ્વાસમાં લઈને મોટી રકમ પડાલી લેતા વૃદ્ધે જતીન વર્મા અને રાજલાલ વસાણી નામના શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચો: પોલીસ પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી, અમદાવાદના કોન્સ્ટેબલ સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ
પોલીસ અધિકારીનું નિવેદન
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ''ફરિયાદી નિવૃત્ત આર્મી મેન છે અને જેમને શેર માર્કેટ કે ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ નામે તેમજ એક કોઝ વે નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી હતી. જે મારફતે તેમને ઈન્વસ્ટમેન્ટ ટ્રેડિગ કરાવવામાં આવતું હતુ. જે ફેક એપ્લિકેશન મારફતે ધીમે ધીમે કરીને 1 કરોડ 81 લાખની રકમનો ફેક ટેડ્રિંગ કરાવવામાં આવ્યુ હતું. જે ફેક કોઝ વે નામની એપ્લીકેશનમાં તેમનું રિટર્ન અંદાજે 11 કરોડ જેટલું બતાવવામાં આવતું હતું પરંતુ રકમ ખાતાાં ટ્રાન્સફર ન થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.