બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / jamnagar unseasonal rain in 11 march 2020 Gujarat

કમોસમી વરસાદ / જામનગરમાં વરસાદી ઝપટાં: ખેડૂતો માટે આકાશી આફત વરસી, વહેલી પરોઢે ખેતરોમાં પાણી પડ્યા

Gayatri

Last Updated: 11:30 AM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અન્નદાતા આ આકાશી આફતથી પરેશાન છે. વરસાદ માપમાં થાય તો પાક સારો થાય પણ કમોસમી વરસાદને કારણે ઉભા મોલ રસાતાર થઈ રહ્યા છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આખા વર્ષની મહેનત નિષ્ફળ જઈ રહી છે. ઉભા ઘઉં, ચણા, કેરી, જેવા પાક માવઠાને કારણે બળી ગયા છે. આજે વહેલી સવારે જામનગરમાં મેઘાના મંડાણ થઈ ગયા હતા હજુ આવતીકાલે પણ વરસાદની આગાહી છે.

  • 11માર્ચે ક્યાં પડશે વરસાદ?
  • 12મી માર્ચે ક્યાં પડશે વરસાદ?
  • જામનગરમાં વરસાદી ઝપટાં

વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જાવવાની સાથે અપરએર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા તારીખ 11 અને 12મી તારીખે કમોસમી વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. ત્યારે આજે વહેલી સવારે જામનગર  અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. જેના કારણે શહેરનાં રસ્તા અને ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. હાલ રવિપાક લણવાનો સમય નજીક છે ત્યારે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.

11 અને 12 માર્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસનાં વિસ્તારો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની સાથે અપરએર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. વધુમાં ઉત્તર પૂર્વના પવનની અસર હેઠળ રાજ્યમાં બે દિવસ 11 અને 12 માર્ચે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.

 

11માર્ચે ક્યાં પડશે વરસાદ?

11 માર્ચે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ કચ્છ વિસ્તારમાં વરસાદની આગાહી હતી જેમાં સૌરાષ્ટ્રમાં મેઘાએ કમોસમી મંડાણ માંડી દીધા છે. 

12મી માર્ચે ક્યાં પડશે વરસાદ?

12 માર્ચે બનાસકાંઠા ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગર, દ્વારકા અને કચ્છ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. ત્યારબાદ વાતાવરણ સૂકું રહેશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

rain in jamnagar unseasonal Rain in Gujarat કમોસમી વરસાદ ગુજરાતમાં વરસાદ જામનગરમાં વરસાદી ઝપટાં માવઠું unseasonal rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ