બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamnagar policeman caught taking bribe of 600, The policeman was on duty in LIB

ભ્રષ્ટવૃત્તિ / જામનગર પોલીસ હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ચડયો ACBના ઝપેટામાં, આ કામ માટે માંગી હતી 600 રૂપિયાની લાંચ

Vishnu

Last Updated: 11:00 PM, 20 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગરનો પોલીસ હેડ કોન્સ્ટેબલ પાસપોર્ટ કઢાવવાના વેરિફિકેશન રૂ. 600ની લાંચ લેતા ACBએ રંગે હાથ ઝડપ્યો

  • જામનગરનો પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયો
  • પોલીસકર્મી LIBમાં ફરજ બજાવતો હતો
  • રૂ. 600ની લાંચ લેતા પકડાયો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી એન્ટી કરપ્શન બ્યુરોની તાબડતોડ કાર્યવાહી જોવા મળી રહી છે...છેલ્લા ઘણા મહિનાઓથી લાંચિયા બાબુઓને ACBએ રંગે હાથ ઝડપી પાડ્યા છે. 

હેડ કોન્સ્ટેબલ રૂપિયા 600ની લાંચ લેતા ઝડપાયો
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે LIBમાં ફરજ બજાવત એક પોલીસ હેડ કોન્સ્ટેબલને જામનગર ACBની ટીમે લાંચ લેતા પકડી પાડ્યો છે. હેડ કોન્સ્ટેબલ રૂપિયા 600ની લાંચ લેતા પકડાયો છે. પાસપોર્ટ કઢાવવા માટે જરૂર પડતા પોલીસ વેરિફિકેશન માટે આ રકમ માંગી હોવાનું સામે આવ્યું છે. જો કે અરજદારે ACBના હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ કરતા જામનગર ACBએ ટ્રેપ ગોઠવી હતી. જેમાં કાલાવડ પોલીસ દફ્તરની LIB બ્રાન્ચમાં ફરજ બજાવતા ભૂપેન્દ્ર પટેલ નામના આ પોલીસકર્મી ઓફિસમાં જ લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયો હતો. ACBએ આરોપીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.

લાંચ કેસમાં 372 કેસોમાં 71 આરોપીની ધરપકડ કરવાની બાકી
વિધાનસભા ગૃહમાં લાંચિયા અધિકારીઓ ઝડપાવવા મુદ્દે ચોંકાવનારો આંકડો સામે આવ્યો. કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડના પ્રશ્નમાં સરકારે જવાબ આપ્યો કે, ગત 2 વર્ષમાં રાજ્યમાં ક્લાસ-1 અને ક્લાસ-2ના અનેક અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. ક્લાસ-1 અને ક્લાસ-2ના 74 અધિકારી વિરુદ્ધ લાંચ લેવાનો ગુનો નોંધાયો છે. ACBએ વર્ગ-1ના 14 અને વર્ગ-2ના 60 અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સાથે વર્ગ-3ના 253, વર્ગ-4ના 9 અને 141 વચેટીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ઉપરાંત 372 કેસોમાં 71 આરોપીની ધરપકડ કરવાની બાકી છે. સરાકારના આ જવાબ પર કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે, ગુના નોંધાયા બાદ પણ સરકારી કર્મીઓની ધરપકડ કરવામાં આવતી નથી.

લાંચિયા બાબુઑની ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે?
જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યુ છે ત્યારથી જ સરકાર ખુબ એક્શનમાં જોવા મળી રહી છે.તમામ મોર્ચે સરકાર હાલ લડાયક મુડમાં છે.ત્યારે ભ્રષ્ટ વહીવટદારો સામે આ કાર્યવાહીથી અન્ય ભ્રષ્ટ ઓફિસરોમાં પણ ફફડાટ ફેલાયો છે.અને હોવો પણ જોઈએ.કારણ કે અધિકારીઓને કામના બદલામાં ઉચ્ચ વેતન મળે છે.જાતભાતના ભથ્થા મળે છે.તેમ છતાં આવા ભ્રષ્ટ અધિકારીઓ લોકો પાસેથી નાણાં પડાવે છે.જે ક્યારેય ચલાવી ન લેવાય.અહીં કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે કે અધિકારીઓની ભ્રષ્ટવૃત્તિનું દહન ક્યારે થશે?.લાંચિયાઓની લાલચ પર લગામ કેવી રીતે આવશે?

સંકળાયેલા મુદ્દાઓ

ACB Policeman bribe jamnagar એસીબી જામનગર પાસપોર્ટ વેરિફિકેશન પોલીસકર્મી લાંચ bribe
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ