પરિણામ /
Jamnagar Municipal Corporation Result : જામનગરમાં ભાજપની જંગી જીત, જાણો કઇ બેઠક પર કયા ઉમેદવારની જીત
Team VTV05:50 PM, 23 Feb 21
| Updated: 07:03 PM, 23 Feb 21
જામનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને મોટી સફળતા મળી છે. 64 બેઠકોમાંથી ભાજપની 50 બેઠકો પર જીત થઇ છે. જ્યારે કોંગ્રેસની 11 અને બહુજન સમાજ પાર્ટીની 3 બેઠકો પર જીત થઇ છે.
ગુજરાતની 6 મનપાની ચૂંટણીના પરિણામો
જામનગરમાં સૌથી ઉંચુ 53.64 ટકા મતદાન
ભાજપ 50, કોંગ્રેસ 11 અને બસપાની 3 બેઠકો પર જીત
જામનગરમાં ભાજપનો જંગી વિજય
જામનગર મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જામનગરમાં 16 વોર્ડના પરિણામ જાહેર થયા છે. જેમાં જામગનરના કુલ 16 વોર્ડમાં 64 બેઠકોમાંથી ભાજપ 50 બેઠકો અને કોંગ્રેસની 11 બેઠકો પર જીત થઇ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટીની 3 બેઠક પર જીત થઇ છે. જામનગરમાં આમ આદમી પાર્ટીના એકપણ ઉમેદવારની જીત થઇ શકી નથી. એક અપસેટ વોર્ડ નંબર 6માં સર્જાયો હતો જેમાં BSPના 3 તથા ભાજપના 1 ઉમેદવારની જીત થઇ છે. ત્યારે જાણો વોર્ડ અનુસાર જીતેલા ઉમેદવારોના નામ...
વોર્ડ નંબર
વિજેતાનું નામ
પક્ષ
1
સમજુબેન તેજશીભાઈ પારીયા
કોંગ્રેસ
1
જુબેદાબેન એલીયાસભાઈ નોતીયાર
કોંગ્રેસ
1
એડવોકેટ નુરમામદભાઈ ઓસમાણભાઈ પલેજા
કોંગ્રેસ
1
કાસમભાઈ જીવાભાઈ જોખીયા
કોંગ્રેસ
2
કૃપાબેન આલાભાઇ ભારાઇ
ભાજપ
2
ડિમ્પલબેન જગતભાઇ રાવલ
ભાજપ
2
જયરાજસિંહ અનોપસિંહ જાડેજા
ભાજપ
2
જયેન્દ્રસિંહ મહીપતસિંહ ઝાલા હકાભાઇ
ભાજપ
3
અલ્કાબા વિક્રમસિંહ જાડેજા
ભાજપ
3
પન્નાબેન રાજેન્દ્રભાઈ કટારીયા મારફતીયા
ભાજપ
3
સુભાષભાઇ ગીરજાશંકર જોશી
ભાજપ
3
પરાગભાઇ પોપટભાઇ પટેલ
ભાજપ
4
જડીબેન નારણભાઇ સરવૈયા
ભાજપ
4
રચનાબેન સંજયભાઇ નંદાણીયા
કોંગ્રેસ
4
કેશુભાઇ મેરૂભાઇ માડમ
ભાજપ
4
પૃૃૃૃૃૃથ્વીરાજસિંહ ભરતસિંહ ઝાલા
ભાજપ
5
બીનાબેન અશોકભાઈ કોઠારી
ભાજપ
5
સરોજબેન જયંતભાઈ વિરાણી
ભાજપ
5
કિશનભાઈ હમીરભાઈ માડમ
ભાજપ
5
આશિષભાઈ મનુભાઈ જોશી
ભાજપ
6
જ્યોતિબેન ડાડુભાઈ ભારવાડીયા
બહુજન સમાજ પાર્ટી
6
જશુબા અનિરુદ્ધસિંહ ઝાલા
ભાજપ
6
રાહુલ રાયધનભાઈ બોરીચા
બહુજન સમાજ પાર્ટી
6
ફુરકાન અકીલગફાર શેખ
બહુજન સમાજ પાર્ટી
7
પ્રભાબેન કિશોરભાઈ ગોરેચા
ભાજપ
7
લાભુબેન કાનાભાઈ બંધીયા
ભાજપ
7
અરવિંદ વલ્લભભાઇ સભાયા
ભાજપ
7
ગોપાલ ગોરધનભાઈ સોરઠીયા
ભાજપ
8
સોનલબેન યોગેશભાઈ કણઝારીયા
ભાજપ
8
તૃપ્તિ સુનીલકુમાર ખેતીયા
ભાજપ
8
કેતન વેલજીભાઈ ગોસરાણી
ભાજપ
8
દીવ્યેશભાઈ રણછોડભાઈ અકબરી
ભાજપ
9
ઘર્મિનાબેન ગુણંવતભાઇ સોઢા
ભાજપ
9
કુસુમબેન હરીહરભાઇ પંંડયા
ભાજપ
9
ઘીરેનકુમાર પ્રતાપરાય મોનાણી
ભાજપ
9
નિલેશભાઇ બિપીનચંદ્ર કગથરા
ભાજપ
10
ક્રિષ્ના કમલેશ સોઢા
ભાજપ
10
આશાબેન નટવર રાઠોડ
ભાજપ
10
મુુુુુકેશ ગાંગજીભાઇ માતંગ
ભાજપ
10
પાર્થ હસમુખભાઇ જેઠવા
ભાજપ
11
તરૂણાબેન ભરતભાઇ પરમાર
ભાજપ
11
હર્ષાબેન હિનલભાઇ વિરસોડીયા
ભાજપ
11
તપન જશરાજભાઇ પરમાર
ભાજપ
11
ઘર્મરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા
ભાજપ
12
જેનબ ઈબ્રાહીમભાઈ ખફી
કોંગ્રેસ
12
ફેમિદા રીજવાન જુણેજા
કોંગ્રેસ
12
અસલમ કરીમભાઈ ખીલજી
કોંગ્રેસ
12
અલ્તાફ ગફારભાઈ ખફી
કોંગ્રેસ
13
પ્રવીણાબેન જેરામભાઇ રુપડીયા
ભાજપ
13
બબીતા મુકેશભાઇ લાલવાણી
ભાજપ
13
કેતનભાઇ જેન્તીભાઇ નાખવા
ભાજપ
13
ધવલ સુરેશભાઇ નંદા
કોંગ્રેસ
14
શારદાબેન ખીમજીભાઇ વિંંઝુડા
ભાજપ
14
લીલાબેન દિનેશભાઈ ભદ્રા
ભાજપ
14
જીતેશભાઈ વિનોદભાઈ શિંગાળા
ભાજપ
14
મનીષભાઇ પરસોતમભાઈ કટારીયા
ભાજપ
15
શોભના રસીક પઠાણ
ભાજપ
15
હર્ષાબા પ્રવિણસિંહ
ભાજપ
15
જેન્તિલાલ મગનલાલ ગોહીલ
ભાજપ
15
આનંદભાઇ રામજીભાઇ રાઠોડ
કોંગ્રેસ
16
ગીતાબા મહાવીરસિંહ જાડેજા
ભાજપ
16
ભારતીબેન અશોકભાઈ ભંડેરી
ભાજપ
16
વિનોદભાઈ નાથાભાઈ ખીમસુર્યા
ભાજપ
16
પાર્થ પરસોતમભાઈ કોટડીયા
ભાજપ
4 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ
મત ગણતરી પ્રક્રિયામાં 450 કર્મીચારીઓ જોડાશે. 4 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવી રહી છે. પ્રથમ રાઉન્ડમાં 1,5,9,13 વોર્ડની મત ગણતરી, બીજા રાઉન્ડમાં 2,6,10,14 વોર્ડની મત ગણતરી, ત્રીજા રાઉન્ડમાં 3,7,11,15 વોર્ડની મત ગણતરી અને ચોથા રાઉન્ડમાં 4,8,12,16 વોર્ડની મત ગણતરી થશે.
જામનગરમાં સૌથી વધુ મતદાન થયું
જામનગરમાં કુલ 16 વોર્ડની 64 બેઠકો માટે મતદાન થયું. કુલ 14 ટેબલો પર મતગણતરી થશે. જામનગરમાં સૌથી ઉંચુ 53.64 ટકા મતદાન થયું છે. કુલ 10 પક્ષોના 236 ઉમેદવારો મેદાન છે. જેમાં ભાજપના 64, કોંગ્રેસના 62, AAPના 48 ઉમેદવારો છે. જ્યારે BSPના 22, NCPના 11, SPના 2 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. મત ગણતરી હોલમાં ઉમેદવાર, એજન્ટ અને મીડિયાને પ્રવેશ અપાશે. મહત્વનું છે કે, 2015માં ભાજપને 38 અને કોંગ્રેસને 24 બેઠક મળી હતી.