VIDEO / કાલાવાડમાં દારૂ કેસમાં પકડેલી કારમાં ફરી રહ્યા હતા PSIના પત્ની, વકીલે ઝડપી પાડ્યા તો PSIએ કરાવ્યો હુમલો

jamnagar kalawad rural PSI detained car used personally video

જામનગરમાં પકડાયેલી કાર PSIએ પોતાના ઉપયોગમાં લીધી હતી. કબજે કરેલી કારમાં PSI એસ.એમ. રાદડિયાના પત્ની જોવા મળ્યા હતાં. કાલાવડ ગ્રામ્યના PSI રાદડિયાના પત્ની કાર સાથે જોવા મળ્યા હતાં. એક માસ પૂર્વે દારૂ કેસમાં કાર કબજે કરવામાં આવી હતી. PSIના પત્ની કારમાં બેસી અન્ય ગામે જતાં જોવા મળ્યા હતાં. હાલ આ કાર અને PSIના પત્નીનો વીડિયો વાયરલ થયો હતો. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યાં હતા. જ્યારબાદ આજે કાર્યવાહી કરતા PSI સંદીપ રાદડિયાને જામનગર SPએ સસ્પેન્ડ કર્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ