બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભૂતિયા શિક્ષકનો રાફડો ફાટ્યો! અહીં સરકારી શાળામાં શિક્ષિકા એક વર્ષથી છૂમંતર
Last Updated: 12:13 PM, 13 August 2024
જામનગરની સરકારી શાળામાં વધુ એક શિક્ષક છેલ્લા એક વર્ષથી ગેરહાજર હોવાનું સામે આવી રહ્યું છે. કાલાવડનાં ધુતારપુર સરકાર શાળાનાં શિક્ષિકા છેલ્લા એક વર્ષથી ગેરહાજર હતા. સોનલ સોલંકી નામનાં શિક્ષિકા જૂન 2023 થી શાળામાં આવ્યા બાદ અચાનક શાળામાં આવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. બદલી બાદ શાળામાં આવેલ શિક્ષિકા અચાનક જ હાજર થયા બાદ ગાયબ થઈ ગયા હતા.
ADVERTISEMENT
તાત્કાલીક પગલા લેવા ગ્રામજનોએ માંગ કરી
ADVERTISEMENT
શિક્ષિકા દ્વારા સ્કૂલમાં અચાનક જ આવવાનું બંધ કરી દેતા સોનલબેન સોલંકી નામનાં મહિલા શિક્ષિકાને એપ્રિલ 2024 માં નોટિસ ફટકારવામાં આવી હતી. ત્યારે શાળાનાં ચોપડે શિક્ષકની નિમણૂંક યથાવત હોવાથી શાળાને નવા શિક્ષક મળી રહ્યા નથી. તેમજ શિક્ષિકાનાં એક વર્ષથી ગાયબ રહેવાથી ભણતર પર સીધી અસર પડી રહી હોવાનો આચાર્ય દ્વારા દાવો કર્યો છે. ત્યારે આ સમગ્ર બાબતે જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાત્કાલીક પગલા લેવા ગ્રામજનોએ માંગ કરી છે.
શિક્ષકની ઘટ્ટ હોવાથી બાળકોનાં શિક્ષણ પર અસર પડી રહી છેઃ સરપંચ
આ સમગ્ર બાબતતે ધુતારપુર ગામનાં સરપંચ રાકેશ ગાલાણીએ જણાવ્યું હતું કે, આજ રોજ અમારા ધુતારપુર તાલુકા શાળાની અંદર સોનલબેન નામનાં શિક્ષક તા. 23.6.23 નાં રોજ હાજર થયા હતા. જે બાદ શિક્ષક હાજર ન થતા સ્કૂલનાં આચાર્ય દ્વારા અમને જાણ કરી હતી. જે બાદ અમે આચાર્યને કહ્યું હતું કે, સ્કૂલ લેવલે જે પણ કાયદાકીય જે કાર્યવાહી કરવાની થાય તે બાબતે કાર્યવાહી પણ કરેલ હતી. છેલ્લા એક વર્ષથી અમારી શાળામાં શિક્ષકની ઘટ્ટ હોવાથી બાળકોનાં શિક્ષણ પર તેને અસર પડી રહી છે.
વધુ વાંચોઃ છેલ્લા 24 કલાકથી ખોટકાયું છે અમદાવાદ RTOનું સર્વર, અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર
એક વર્ષ થવા છતા શિક્ષક હજુ હાજર થયા નથીઃ આચાર્ય
આ બાબતે સ્કૂલનાં આચાર્યએ જણાવ્યું હતું કે, સ્કૂલનાં કર્મચારી સોનલબેન સોલંકી તા. 23.06.2023 નાં રોજ અરસપરસ બદલીથી જીલ્લા ફેર બદલીથી હાજર થયા હતા. જે બાદ હાજર થયા બાદ તેઓ બિનઅધિકૃત રીતે રજા પર ઉતરી ગયા હતા. આજે એક વર્ષ થવા આવ્યું હોવા છતા તેઓ હાજર થયા ન હતો. તેમજ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા નોટીસ પણ ઈશ્યું કરવામાં આવી હતી. જે બાદ પણ શિક્ષક હાજર થવા પામ્યા નથી. નોટીસ ઈશ્યું કર્યા બાદ પણ હજુ સુધી શિક્ષક હાજર ન થતા વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડા થઈ રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT