બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગુલ્લીબાજ ડોક્ટરોથી દર્દીઓ પરેશાન, જુઓ વાયરલ વીડિયો
Last Updated: 10:14 PM, 11 January 2025
જામનગરની જી.જી.હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં જ ડૉક્ટરો ગુલ્લી મારતા હોવાના આક્ષેપ કરાયા છે. જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે, સારવાર માટે દર્દીઓની લાંબી લચક કતારો લાગી છે અને ડોક્ટર હાજર નથી. જો કે, ઈમરજન્સી વોર્ડની આવી હાલત હોય તો સામાન્ય વોર્ડની કેવી હાલત હશે તે કલ્પનીય છે.
ADVERTISEMENT
દર્દીઓને પડી રહી છે હાલાકી
ADVERTISEMENT
ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓની લાંબી કતારો લાગી છે ત્યારે દર્દીઓને હાલાકી પડી રહી છે. હોસ્પિટલ તંત્ર આ મામલે પગલાં લેશે કે કેમ તે પણ અત્યારે સૌથી મોટો સવાલ છે. અત્રે જણાવીએ કે, ડૉક્ટર ચાલુ ફરજે ગુલ્લી મારતા હોવાની અગાઉ પણ ફરિયાદ ઉઠી હતી
આ પણ વાંચો: સુરતમાં ST બસના ડ્રાઈવર અને યુવકો વચ્ચે બબાલ, મારામારીનો વીડિયો વાયરલ
હોસ્પિટલ તંત્ર લેશે કોઈ પગલાં ?
સરકાર સતત આરોગ્ય પર ભાર મુકી રહી છે અને નાગરિકોને પુરતી સુવિધા મળે તેવા પ્રયત્નો પણ કરે છે. પરંતુ કેટલાક ગુલ્લીબાજ તબીબોના કારણે અન્ય તબીબો પણ બદનામ થાય છે, સાથો સાથ નાગરિકોને પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ મુશ્કેલીનો સામેનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે આવા બેજવાબદાર તબીબો પર દાખલા રૂપ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.