jammu srinagar national highway closed after firing
જમ્મૂ-કાશ્મીર /
નગરોટામાં CRPF પોસ્ટ પર ફાયરિંગ બાદ સેનાએ ત્રણ આતંકી ઠાર માર્યા
Team VTV08:25 AM, 31 Jan 20
| Updated: 09:32 AM, 31 Jan 20
જમ્મૂ-કાશ્મીરમાં મોટી માત્રામાં સુરક્ષાની વચ્ચે જમ્મૂ-શ્રીનગર હાઇ વે પર નગરોટામાં CRPF પોસ્ટ નજીક કરાયેલા ફાયરિંગમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા છે. જો કે સેના અને આતંકી વચ્ચેના ફાયરિંગ દરમિયાન એક CRPF નો જવાન ઇજાગ્રસ્ત થયો છે.
જમ્મૂ-કાશ્મીર હાઇવ પેર જોવા મળ્યાં શંકાસ્પદ આતંકીઓ
હાઇ વે પર વાહનવ્યવહાર બંધ કરાયો, સર્ચ ઓપરશન શરૂ
આતંકીઓએ કરેલા ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત
આતંકીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગ બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સેના દ્વારા આસ-પાસના નજીકના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જમ્મૂ-શ્રીનગર હાઇવે પર હાલ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. શંકાસ્પદ આતંકવાદીઓ અને સુરક્ષાબળ વચ્ચે ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે ફાયરિંગની ઘટના બાદ સેના દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય આ અગાઉ જમ્મૂ-કાશ્મીરના કુપવાડા ક્ષેત્રમાં સુરક્ષાદળોએ ગુરૂવારના રોજ એક આતંકીની ધરપકડ કરી હતી. પકડાયેલો આતંકી હિઝબૂલ મુજાહુદ્દિનનો છે. તેની ઓળખ ફયાઝ મીર તરીકે કરવામાં આવી છે. આ આતંકી આ વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી સક્રિય હતો. તેની પાસેથી એક-47 રાયફલ જપ્ત કરવામાં આવી છે.