કોરોના વાયરસ / કાશ્મીરમાં 148 વર્ષમાં જે હિંસા અને આતંકથી પણ નથી અટકી તે પરંપરા કોરોનાને કારણે બદલાઈ

jammu srinagar darbar move process will be postponed coronavvirus

જમ્મુ કાશ્મીરમાં હાલ રાજધાની બદલવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. કોરોનાના કારણે તમામ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે જે પણ જે સ્થળ પર કામ કરી રહ્યા છે, ત્યાં જ કામ કરે. દર વર્ષે એપ્રિલમાં જમ્મુમાં દરબાર બંધ કરવાની સાથે સમર કેપિટલ શ્રીનગરમાં કામ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ વખતે આ પ્રક્રિયા 15 જૂન સુધી ટાળી દેવામાં આવી છે. રાજ્ય સરકારે સામાન્ય તંત્ર વિભાગે આને લઇને એક આદેશ પણ આપ્યો છે. આ આદેશની સાથે જ રાજ્યમાં 150 વર્ષ જૂની દરબાર મૂવની પરંપરા પણ બદલી છે. મોટી વાત એ છે કે ઘાટીમાં તમામ મુશ્કેલ પરિસ્થિતિઓ હિંસા અને આતંકના સમયમાં પણ આ પ્રક્રિયા પર કોઈ અસર નહોતી પડી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ