સેના પર થયેલ આતંકી હુમલા બાદ હવે સેનાએ આતંકવાદીઓને વીણી વીણીને પકડવાનું શરૂ કર્યું છે. જેમાં પાકિસ્તાની અબુ ઝરારા બાદ વધુ એક આતંકીને ઠાર કરાયો હતો.
પુલવામાં જિલ્લામાં મંગળવારે એક આતંકી ઠાર
ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ
લશ્કર-એ-તૈયબાના એક આતંકીને ગઈકાલે પણ કરાયો હતો ઠાર
એક આતંકી ઠાર
દક્ષિણ કાશ્મીરનાં પુલવામાં જિલ્લામાં મંગળવારે અડધી રાત્રે મૂઠભેડ બાદ એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. એક ન્યૂઝ એજન્સીનાં જણાવ્યા અનુસાર મૂઠભેડ રાત્રે શરૂ થઈ હતી.
મળતી માહિતી મુજબ, જિલ્લાના રાજપોરા વિસ્તારના ઉસગમ પથરીમાં આતંકવાદીઓની હાજરીની બાતમી પર ઘેરાબંધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ
આ દરમિયાન ઘેરાબંધી કડક થતી જોઈને છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સૈનિકોએ જવાબી કાર્યવાહીમાં તેમનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળો તરફથી આત્મસમર્પણ માટે વારંવાર અપીલ કરવામાં આવી હતી. પરંતુ આતંકવાદીઓ સહમત ન થયા અને વચ્ચે-વચ્ચે ગોળીબાર કરતા રહ્યા. આ દરમિયાન એક આતંકી ઠાર કરવામાં આવ્યો હતો. હાલ ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
વિશેષ તાલીમ લઈને આવ્યા હતા
અગાઉ, લશ્કર-એ-તૈયબાના એક પાકિસ્તાની આતંકવાદી, જે રાજોરી અને પૂંચમાં આતંકવાદી ઘટનાઓ માટેની વિશેષ તાલીમ લઈને આવ્યા હતા, તેને મંગળવારે બહરામગાલા વિસ્તારમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો હતો. તેનો એક સાથી જંગલમાં ભાગી ગયો હતો. અને હવે સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.
J&K | Encounter breaks out between security forces and terrorists in Rajpura area of Pulwama: Kashmir Zone Police
પાકિસ્તાની લશ્કર એ તોયબાનો આતંકવાદી ગઈકાલે ઠાર કરાયો હતો.
અબુ ઝરારા હતું નામ
આ આતંકીનું નામ અબુ ઝરારા હતું જે પાકિસ્તાનથી આવ્યો હતો. તેની પાસેથી ચાર મેગેઝીન, એક ગ્રેનેડ અને થોડા પાઉચ સાથે ભારતીય ચલણી નોટ મળી આવ્યા હતા. ઇન્ટેલિજન્સ પાસેથી માહિતી મળતા સેના અને પોલીસે મળીને એક ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં બહેરામગલા વિસ્તારમાં હથિયારધારી આતંકીઓ હોવાની માહિતી મળ્યા બાદ સામસામે ફાયરિંગ થયું હતું.
ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો
સુરક્ષા દળોને આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જણાવી દઈએ કે, શ્રીનગરમાં ગઈકાલે રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો, જેમાં ત્રણ પોલીસકર્મીઓ શહીદ થયા હતા અને 11 પોલીસકર્મી ઘાયલ થયા હતા.