Jammu & Kashmir Terror Alert Srinagar And Awantipora Air Bases
જમ્મૂ-કાશ્મીર /
વાયુસેનાના બે એરબેસ પર આતંકી હુમલાનો ખતરો, સુરક્ષા એજન્સીઓ અલર્ટ
Team VTV11:28 AM, 17 May 19
| Updated: 11:34 AM, 17 May 19
જમ્મૂ-કાશ્મીરમાં આવેલ ભારતીય વાયુસેનાના બે એરબેસ પર આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળતી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે આતંકી શ્રીનગર અને અવંતીપુરના એરબેઝ પર હુમલાની યોજના બનાવી રહ્યાં છે.
આ ચેતવણી બાદ આ બંને એરબેસ પર સુરક્ષાબળોને હાઇ અલર્ટ પર રાખી દેવામાં આવ્યાં છે. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદથી જ ભારતીય વાયુસેના હાઇ અલર્ટ પર છે જેનું મુખ્ય કારણ 26 ફેબ્રુઆરીની રાતે વાયુસેનાએ પાકિસ્તાનમાં આવેલ જૈશ-એ-મહોમ્મદના આતંકી કેમ્પ પર હુમલો કરી નષ્ટ કર્યા હતા.
ત્યારબાદ પલટવાર કરતાં પાકિસ્તાને પોતાના એફ-16 વિમાનને ભારતીય સેનાના ઠેકાણાને ટાર્ગેટ બનાવા મોકલ્યાં હતા. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ અગાઉ 13 મેના રોજ જૈશના એરિયા કમાન્ડર મૈસૂર અહમદે ઉત્તર પ્રદેશના શામલી સહિત કેટલાંક સ્ટેશનને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો પત્ર મોકલ્યો હતો.
ત્યારબાદ શામલીમાં અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ પત્રમાં શામલી સહિત રાજધાની દિલ્લી અને હરિયાણની વચ્ચેના 11 રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ સિવાય પત્રમાં દિલ્લીના મુખ્યમંત્રી અને સંઘ પ્રમુખ મોહન ભાગવતની હત્યાનું પણ જણાવાયું હતું.
Government Sources: Intelligence input warns against terrorists’ plans to carry out an attack on Srinagar and Awantipora air bases. Security forces on high alert in and around these bases. pic.twitter.com/tQfCSGpmGB