jammu kashmir srinagar ali jan road eidgah terrorists attack grenade security forces one jawan injured
હુમલો /
15મી ઓગસ્ટ પહેલા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સેના પર હુમલો, ગ્રેનેડ હુમલામાં 1 જવાન ઇજાગ્રસ્ત
Team VTV08:08 PM, 13 Aug 22
| Updated: 08:11 PM, 13 Aug 22
શ્રીનગરમાં ઈદગાહના અલી જાન રોડ પાસે આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓએ સીઆરપીએફની 161મી બટાલિયનના બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો.
શ્રીનગરમાં આતંકી હુમલો
એક જવાન અને એક નાગરિક ઘાયલ
સતત ત્રીજા દિવસે આ ચોથો હુમલો
શ્રીનગરમાં ઈદગાહના અલી જાન રોડ પાસે આતંકીઓએ સુરક્ષાદળો પર ગ્રેનેડ ફેંક્યો હતો. આતંકીઓએ સીઆરપીએફની 161મી બટાલિયનના બંકર પર ગ્રેનેડ હુમલો કર્યો હતો. સીઆરપીએફનો એક જવાન અને એક નાગરિક ઘાયલ થયાના અહેવાલ છે. આતંકીઓને પકડવા માટે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. શ્રીનગર પોલીસે આ જાણકારી આપી છે. આતંકવાદીઓ દ્વારા સતત ત્રીજા દિવસે આ ચોથો હુમલો છે.
J&K | A grenade was hurled by terrorist(s) towards security forces on Ali Jan road, Eidgah. Due to this, a CRPF jawan got minor injuries. Cordon and Search operations have been launched to nab culprit(s): Srinagar Police
પહેલાના હુમલામાં ત્રણ જવાન શહીદ થયા હતા
આ પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સેનાના કેમ્પ પર બે આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો, જેમાં ત્રણ જવાન શહીદ થયા હતા. ચાર કલાક સુધી ચાલેલી બંદૂકની લડાઇ બાદ બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુના આર્મીના પ્રો લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું હતું કે, "ગુરુવારે વહેલી સવારે, રાજૌરી જિલ્લાના પરગલ ખાતે આર્મી પોસ્ટ પર તૈનાત એલર્ટ સંત્રીઓએ ખરાબ હવામાનનો લાભ લઈને શંકાસ્પદ વ્યક્તિઓને પોસ્ટની નજીક આવતા જોયા હતા." તેમણે કહ્યું હતું કે, સંત્રીઓએ પોસ્ટની અંદર પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે ગ્રેનેડ ફેંકનારા બે આતંકવાદીઓને પડકાર્યા હતા. જો કે, સતર્ક સૈનિકોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો, એમ તેમણે જણાવ્યું હતું. આનંદે જણાવ્યું હતું કે આ ગોળીબારમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને આ ઓપરેશનમાં ભારતીય સેનાના છ સૈનિકો ઘાયલ થયા હતા અને તેમાંથી ત્રણ માર્યા ગયા હતા.