ખુશખબર / જમ્મૂ-કાશ્મીરની જનતાને કેન્દ્ર સરકારે આપી ગીફ્ટ, જાહેર કર્યુ આર્થિક પેકેજ

jammu kashmir lg announce economic package

આર્થિક સંકટનો સામનો કરી રહેલા જમ્મૂ-કાશ્મીરના ઉદ્યોગો માટે ઉપરાજ્યપાલ મનોજસિંહાએ 1,350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. સિંહાએ કહ્યું કે મને આર્થિક મુસીબતોનો સામનો કરી રહેલા ઉદ્યોગ જગત માટે 1,350 કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે. આ પેકેજ આત્મનિર્ભર ભારત અને જમ્મૂ-કાશ્મીર તંત્ર દ્વારા કરવામાં આવેલા ઉપાયો કરતા વધારાનું હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ