બ્રેકિંગ ન્યુઝ
VTV / jammu kashmir government give order closure of schools related to jamat
Last Updated: 11:17 AM, 15 June 2022
ADVERTISEMENT
જમ્મુ કાશ્મીર સરકારે પ્રતિબંધિત સંગઠન જમાતે ઈસ્લામી સંગઠનને લઈને મોટો નિર્ણય કર્યો છે. જમ્મુ કાશ્મીર સરકારે નિર્દેશ આપ્યા છે કે, પ્રતિબંધિત જમાતે ઈસ્લામી સંગઠનથી સંબંધ ફલાહ-એ-આમ ટ્રસ્ટ (FAT) દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓને 15 દિવસમાં સીલ કરી દેવામાં આવશે. સાથે જ સરકારે એવું પણ કહ્યું છે કે, આવી સંસ્થામાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે. કોઈ નવું પ્રવેશ નહીં લેવામાં આવે અને રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે નહીં.
મીડિયા રિપોર્ટ અનુસાર જાહેર કરવામાં આવેલા આદેશમાં એવું પણ કહેવાયુ છે કે, આ પ્રતિબંધિત સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલના શૈક્ષણિક સત્ર એટલે કે, 2021-22 માટે નજીકની સરકારી સ્કૂલોમાં પ્રવેશ આપવામાં આવશે.
ADVERTISEMENT
તેની જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારી. આચાર્ય અને જોનલ શિક્ષણ અધિકારીને આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્ની વાત કરીએ તો, NIAની તપાસમાં જાણવા મળ્યું છે કે, જમાતે ઈસ્લામી સંસ્થાના વિદ્યાર્થીઓ કટ્ટરપંથમાં સામેલ છે, જે બાદમાં કટ્ટર અલગાવવાદી પણ બની રહ્યા છે. મુખ્ય શિક્ષણ સચિવ બીકે સિંહે નિર્દેશ જાહેર કરીને કહ્યું છે કે, દૈનિક અખબારો દ્વારા આ નિર્મણ ફેલાવામાં આવે કે, હવે આ સંસ્થાઓેને તાળા લાગશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.