jammu kashmir encounter with militans indian army in kutpora shopiyan
ઓપરેશન /
શોપિયામાં ઘરમાં છુપાઈને 3 આતંકવાદી કરી રહ્યા છે ફાયરિંગ, સુરક્ષાદળોએ તેમને સરેન્ડર કરાવવા તેમના પરિવારને બોલાવ્યા
Team VTV09:50 AM, 10 Nov 20
| Updated: 10:21 AM, 10 Nov 20
જમ્મુ -કાશ્મીરના શોપિયાના કુટપોરા વિસ્તારમાં શોપિયાંના કુટપોરા વિસ્તારમાં સુરક્ષાદળોના આતંકીઓની સાથે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ 2 -3 આતંકવાદીઓને ઘેરી લીધા છે. તેમણે સરેન્ડર કરવાનું કહેવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓએ સાથે વાત કરવા માટે આંતકવાદીઓના પરિવારજનોને અથડામણના સ્થળોએ બોલાવ્યા છે. હાલમાં આતંકી સુરક્ષાદળોની ઘેરાબંધીમાં છે અને બન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
હાલમાં આતંકી સુરક્ષાદળોની ઘેરાબંધીમાં છે
બન્ને તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે
પરિવારે પણ પોતાના સંતાનોને આત્મ સમર્પણ કરવા કહ્યું.
મનાઈ રહ્યું છે કે સુરક્ષાદળોને કુટપોરા વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાના ઈનપુટ મળ્યા હતા. પોલીસે વિશેષ સૂચના મળતા આજે તડકા જિલ્લામાં શોપિયાના કુટપોરા વિસ્તારમાં પોલીસના એસઓજીની વિશેષ દળ, સેનાની 34 આરઆર અન સીઆરપીએફના જવાનોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરુ કર્યુ હતુ.
આ દરમિયાન સુરક્ષાદળોના સ્થાનીય લોકોથી જાણવા મળ્યું કે મકાનમાં છુપાયેલા 3 આતંકવાદીઓમાંથી 2 આતંકી સ્થાનીક હતા. તે હાલમાં જ આતંકવાદી સંગઠનમાં શામિલ થયા હતા. સુરક્ષાદળોએ આ દરમિયાન આતંકીઓને આત્મ સમર્પણ કરવા માટે કહ્યું જે બાદ તેમના પરિવારજનોને સ્થળ પર બોલાવ્યા. પરિવારે પણ પોતાના સંતાનોને આત્મ સમર્પણ કરવા કહ્યું.
ઉલ્લેખનીય છે કે સોમવારે એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર કિરની સેક્ટરમાં તપાસ અભિયાન દરમિયાન પોલીસ અને સેનાને સફળતા મળી છે. તેમણે એક આતંકવાદી ઠેકાણાને નેસ્તાનાબૂત કરી દીધું છે. સ્થળ પર મોટી માત્રામાં ગોલાબારુદ અને હથિયારો જપ્ત કર્યા હતા.