Team VTV01:15 PM, 22 Jan 22
| Updated: 02:17 PM, 22 Jan 22
જમ્મુ- કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓની વચ્ચે અથડામણ શરુ થઈ ગઈ છે.
કિલબલની અથડામણમાં જવાનોએ 2 આતંકવાદીઓએ ઘેરી લીધા છે
જવાનોએ ગુરુવારે બડગામ જિલ્લામાં લશ્કર-એ- તૈયબાના એક આતંકીને ઝડપી પાડ્યો
આતંકીની ઓળખ શોપિયાના મેમંદર નિવાસી જહાંગીર નાઈકુ તરીકે થઈ હતી
કિલબલની અથડામણમાં જવાનોએ 2 આતંકવાદીઓએ ઘેરી લીધા છે
સમાચાર છે કે કિલબલ વિસ્તારમાં જારી અથડામણમાં જવાનોએ 2 આતંકવાદીઓએ ઘેરી લીધા છે. સુરક્ષાદળોએ ગુરુવારે બડગામ જિલ્લામાં લશ્કર-એ- તૈયબાના એક આતંકીને ઝડપી પાડ્યો છે.
વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવી
હાલમાં જ ઈન્ટેલિજેન્સ બ્યૂરોએ ગણતંત્ર દિવસ પહેલા આતંકી ગતિવિધિઓને લઈને એલર્ટ જાર કર્યુ હતુ. મીડિયા રિપોટ્સ અનુસાર કહ્યુ હતુ કે લશ્કર અને અલ બદ્ર કાશ્મીરમાં આતંકી ઘટનાઓની યોજનાઓ બનેલી રહી છે. આ બાદથી વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરી દેવામાં આવી છે. કાશ્મીર ઉપરાંત દિલ્હીમાં ગણતંત્ર દિવસના આયોજન પહેલા અનહોનીને લઈને એલર્ટ જારી છે.
બડગામ જિલ્લામાંથી લશ્કર-એ- તૈયબાના એક આતંકવાદીઓની ધરપકડ
સુરક્ષાદળોએ જમ્મુ- કાશ્મીરના બડગામ જિલ્લાથી લશ્કર-એ- તૈયબા(એલઈટી)ના એક આતંકવાદીઓની ગુરુવારે ધરપકડ કરી અને તેને કબ્જામાંથી હથિયાર અને વિસ્ફોટર જપ્ત કર્યા. પોલીસના એક અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને આતંકવાદીઓની હાજરી હોવાની સૂચના મળી હતી. જે બાદ સવારે બડગામના ચદૂરા વિસ્તારમાં તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું હતુ.
આતંકીની ઓળખ શોપિયાના મેમંદર નિવાસી જહાંગીર નાઈકુ તરીકે થઈ હતી
તેમણે કહ્યું કે અભિયાન દરમિયાન પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ - તૈયબાથી જોડાયેલા એક સક્રિય આતંકવાદીઓને પકડ્યો. અધિકારીઓએ જણાવ્યું કે તેમની ઓળખ શોપિયાના મેમંદર નિવાસી જહાંગીર નાઈકુ તરીકે થઈ હતી. તેમણે કહ્યું કે તેમની પાસે ઈમરજન્સી સામગ્રી, એક પિસ્તોલ, પિસ્તોલની 2 મેગજીન અને પિસ્તોલના 16 કારતૂસ સહિત હથિયાર અને વિસ્ફોટક જપ્ત કર્યા હતા. અધિકારીઓએ કહ્યું કે આ મામલો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ શરુ કરવામાં આવી છે.