જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયાં છે. પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી આ પહેલુ એન્કાઉન્ટર છે.
16 દિવસ બાદ કાશ્મીરમાં ચાલી ગોળી
ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં 16 દિવસ બાદ ગોળીઓ ચાલી છે. અહેવાલ મુજબ, એન્કાઉન્ટરના સમાચાર કાશ્મીરના બારામુલ્લાથી આવ્યા છે. સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓને જવાબ આપી રહ્યા છે. પોલીસને આશંકા છે કે ઘટના સ્થળે બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.
Correction - Army sources: An encounter is underway between security forces and terrorists in Baramulla*. The security forces suspect that one or two terrorists are engaged in the encounter. (original tweet will be deleted) https://t.co/T7AZsjGtBE
5 ઓગસ્ટના રોજ, જ્યારે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી તેના લગભગ 16 દિવસ સુધી શાંતિનો માહોલ હતો. લાંબા સમય પછી, આતંકીઓએ મંગળવારે પોતાની હાજરીનો અહેસાસ કરાવી દીધો છે અને સેના તથા આતંકીઓ વચ્ચે અથડામણ થઇ હતી.
LOC પર ફરી પાકિસ્તાને કર્યો યુદ્ધ વિરામ ભંગ
LOC પર પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગ બાદ ભારતે વળતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક પોસ્ટ તબાહ કરી હતી. સવારે પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાને કૃષ્ણા ઘાટી અને મેંઢર સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. જેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોને નિશાન બનાવ્યા હતા. ત્યારે કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.