બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / જમ્મુ-કાશ્મીરની જનતા 10 વર્ષ પછી CM માટે આપશે વોટ, આજે પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર મતદાન
Last Updated: 07:23 AM, 18 September 2024
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે બુધવારે (18 સપ્ટેમ્બર) મતદાન થવાનું છે. અહીંના મતદારો 10 વર્ષમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં બુધવારે યોજાનાર પ્રથમ તબક્કાના મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે 7 વાગ્યે શરૂ થશે અને સાંજે 6 વાગ્યે ખતમ થશે.
ADVERTISEMENT
જમ્મુ ક્ષેત્રના 3 જિલ્લા અને કાશ્મીર ખીણના 4 જિલ્લાની કુલ 24 બેઠકો પર મતદાન થવાનું છે. પ્રથમ તબક્કાના મતદાનમાં 90 અપક્ષ સહિત 219 ઉમેદવારો માટે 23 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
#WATCH | Polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins.
— ANI (@ANI) September 18, 2024
Visuals from a polling centre in Kishtwar pic.twitter.com/OTbDKM07hy
ADVERTISEMENT
આ બેઠકો પર થશે પ્રથમ તબક્કામાં ચૂંટણી
બુધવારે જ્યાં મતદાન થવાનું છે તેમાં પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડીએચ પોરા, કુલગામ, દેવસર, ડોરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા-બિજબેહરા, શાંગસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર-નાગસેની, ભદ્રવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
23 લાખથી મતદાતા, ગ્રામીણ વિસ્તારોમાં લગભગ 3000 મતદાન મથકો
ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી વિધાનસભા ચૂંટણી હશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં કુલ 23,27,580 મતદારો મતદાન કરવા માટે લાયક છે, જેમાંથી 11,76,462 પુરૂષો, 11,51,058 મહિલાઓ છે. આ સાથે 60 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર, પ્રથમ તબક્કામાં 18 થી 19 વર્ષની વયના 1.23 લાખ યુવાનો, 28,309 દિવ્યાંગ મતદારો અને 85 વર્ષથી વધુ ઉંમરના 15,774 વૃદ્ધ મતદારો પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. શહેરી વિસ્તારોમાં 302 અને ગ્રામીણ વિસ્તારોમાં 2,974 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. દરેક મતદાન મથક પર પ્રિસાઇડિંગ ઓફિસર સહિત ચાર ચૂંટણી કર્મચારીઓ તૈનાત રહેશે.
#WATCH | J&K: Voters enter a polling station in Pulawama as polling for 24 Assembly constituencies across Jammu & Kashmir (16 in Kashmir and 8 in Jammu), begins pic.twitter.com/1z4JZVKtym
— ANI (@ANI) September 18, 2024
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
પ્રથમ તબક્કાના મતદાન માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કાશ્મીર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક વીકે બિરડીએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર પોલીસે વિધાનસભા ચૂંટણી માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરી છે, જેથી વધુને વધુ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે. બિરડીએ કહ્યું કે સેન્ટ્રલ સશસ્ત્ર અર્ધલશ્કરી દળો (CAPF), જમ્મુ અને કાશ્મીર સશસ્ત્ર પોલીસ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના અનેક દળોને સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે.
ઘણી બદલાઈ રાજ્યની રાજનીતિ, પણ કલમ 370 હજુ પણ ભાવનાત્મક મુદ્દો
જમ્મુ અને કાશ્મીરમાં 2019 થી મહત્ત્વપૂર્ણ ફેરફારો થયા છે. કલમ 370 નાબૂદ થતાં, રાજ્યનો વિશેષ દરજ્જો સમાપ્ત થઈ ગયો અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું. જેનાથી આ પ્રદેશના રાજકીય પરિદ્રશ્ય પર ઊંડી અસર થઈ. સીમાંકનથી સીમાઓને પુનઃઆકાર આપવામાં આવ્યો છે અને અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત નીતિઓમાં બદલાવ કર્યો છે. જમ્મુ અને કાશ્મીરના લોકો, ખાસ કરીને કાશ્મીર ઘાટીના લોકો હજુ પણ કલમ 370 નાબૂદ થવાથી દુઃખી છે. જે રીતે વિશેષ દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે તેની સાથે તેઓ હજુ સુધી સહમત નથી. રાજ્યની ચૂંટણીમાં કલમ 370 ભાવનાત્મક મુદ્દો છે. પ્રાદેશિક રાજકીય પક્ષોના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દો જોવા મળ્યો છે. એનસી અને પીડીપીની જેમ એન્જિનિયર રશીદનું સમગ્ર ચૂંટણી અભિયાન પણ કલમ 370ની બહાલીની આસપાસ છે.
પ્રથમ તબક્કામાં રાજકીય વાતાવરણ તંગ
જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો તંગ રાજકીય વાતાવરણને પ્રતિબિંબિત કરે છે, જેમાં ઉમેદવારોની બહાર નીકળવું, જેન્ડર ગેપ અને પ્રદેશના મુખ્ય પક્ષો વચ્ચેની સખત સ્પર્ધાનો સમાવેશ થાય છે. જોકે લિંગ અસંતુલન અને પ્રાદેશિક રાજકારણ હજુ પણ પ્રભુત્વ ધરાવે છે, પરંતુ મતદારોની વધતી સંખ્યા લોકશાહીમાં પ્રગતિ તરફ ઈશારો હોઈ શકે છે.
આ મુખ્ય ઉમેદવારો વચ્ચે તગડો મુકાબલો
કાશ્મીરમાં પ્રમુખ ઉમેદવારોમાં, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માર્કસિસ્ટ (CPM) ના મોહમ્મદ યુસુફ તારીગામી સતત પાંચમી વખત કુલગ્રામ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ ગુલામ અહેમદ મીર ત્રીજી વખત દુરુથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ (NC)ના સકીના ઇતુ દમહલ હાજીપોરાથી ચૂંટણી લડી રહ્યા છે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના સરતાજ મદની (દેવસર) અને અબ્દુલ રહેમાન વીરી (શાંગાસ-અનંતનાગ) પણ અગ્રણી ઉમેદવારોમાં સામેલ છે. બિજબેહરા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પીડીપીના ઇલ્તિજા મુફ્તીનો નેશનલ કોન્ફરન્સના બશીર અહેમદ વીરી અને ભાજપના સોફી મોહમ્મદ યુસુફ સાથે ત્રિકોણીય મુકાબલો છે. પીડીપીના વાહીદ પારા પુલવામા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તે આતંકવાદના એક કેસમાં આરોપી છે. તેમને પાર્ટીના ભૂતપૂર્વ સાથીદાર અને NC ઉમેદવાર મોહમ્મદ ખલીલ તરફથી સખત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તો પ્રતિબંધિત જમાત-એ-ઇસ્લામીના પૂર્વ સભ્ય તલત મજીદ અલીના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની છે.
આ પણ વાંચો: 'આતંકવાદને પાતાળમાં દફન કરી દઈશું.....', જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગર્જના
આ પછી 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે
જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18 સપ્ટેમ્બરે, બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં બહુમતી માટે 13 મુખ્ય પક્ષો મેદાને છે. પ્રાદેશિક પક્ષોમાં, મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્ય રીતે મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સે પણ ભારતની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે, જ્યારે ભાજપનો જમ્મુમાં મજબૂત આધાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સતીકાંડનું ખૌફનાક સત્ય / પ્રદશિણા કરીને ચિતા પર બેસી, પડતાં પતિનો પગ પકડીને બેઠી, જાણો રુપ કંવર કેવી રીતે સતી થઈ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.