બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / jammu kashmir amarnath yatra advisory to tourists

આદેશ / કાશ્મીરમાં આતંકી હુમલાની આશંકા, અમરનાથ યાત્રા સ્થગિત , 26 હજાર સૌનિકનો કાફલો રવાના

vtvAdmin

Last Updated: 10:59 PM, 2 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મુ કાશ્મીરમાં સરકારે આતંકવાદી હુમલાની આશંકાને લઈને યાત્રીઓને જમ્મુ-કાશ્મીર છોડવા એડવાયઝરી જાહેર કરી છે. સરકારે ધીમે ધીમે કાશ્મીરમાં સેનાની સંખ્યા વધારી છે. આ સાથે જ અમરનાથ યાત્રાને ટૂંકાવવા અંગેનો પણ સરકારે નિર્ણય કર્યો છે.

પહેલા 10 હજાર વધારાના સૈનિકોને તૈનાત કર્યા બાદ વધુ 26 હજાર સૈનિકોને કાશ્મીરમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે રાજ્યમાં સરકાર કઈક મહત્વનો નિર્ણય કરવા જઈ રહી છે. સરકારે સહેલાણીઓને કાશ્મીરમાંથી બહાર નિકળવાનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન (pakistan) તરફથી સીઝફાયર (ceasefire) નું ઉલ્લંઘન કરવાની ઘટનાઓ વચ્ચે સેનાએ કહ્યું કે, LoC પર સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. સેના તરફથી જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાની સેના સતત કશ્મીરમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. અનેક વાર સર્ચ ઓપરેશન દરમ્યાન બારૂદી સુરંગો વિશે પણ ખ્યાલ આવ્યો કે તેના તમામ પ્રયાસ નિષ્ફળ કરી દેવામાં આવ્યાં. 

સેનાના અધિકારીએ કહ્યું કે, કશ્મીરમાં ઘાટીમાં સ્થિતિ સુધરી છે અને આતંકીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તેઓએ જણાવ્યું કે, અમરનાથ યાત્રીઓ પર સ્નિપર રાઇફલ એટેકની કોશિશ કરવામાં આવી પરંતુ સુરક્ષાદળોએ આવા તમામ પ્રયાસોને નિષ્ફળ કરી દીધાં. જો કે તેઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે કે જેમાં પાકિસ્તાની સેના પણ શામેલ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra advisory jammu kashmir order
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ