બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / જમ્મુ-કાશ્મીરમાં બપોરે 1 વાગ્યા સુધી 41 ટકા મતદાન, સૌથી વધુ આ જિલ્લામાં નોંધાયું
Last Updated: 02:51 PM, 18 September 2024
Jammu & Kashmir Assembly Elections Phase 1 Voting: જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કામાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે પહેલા તબક્કામાં 24 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની 8 બેઠકો સામેલ છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં 41.13 ટકા મતદાન થયું છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ લાંબા ગાળે વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી
પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મતદાન ટકાવારીની સ્થિતિ
અનંતનાગ: 37.90 ટકા
ડોડા: 50.81 ટકા
કિશ્તવાડ: 56.86 ટકા
કુલગામ: 39.91 ટકા
પુલવામા: 29.84 ટકા
રામબન: 49.68 ટકા
શોપિયન: 38.72 ટકા
13 પક્ષો વચ્ચે છે ટક્કર
નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે જ્યારે ત્રીજા તબક્કામાં પહેલી ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. આ પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ મુખ્ય રીતે મેદાનમાં છે. નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.