બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / 'પાકિસ્તાન-કોંગ્રેસના ઈરાદા અને એજન્ડા એક જ', ખ્વાજા આસિફના નિવેદન પર અમિત શાહની તીખી પ્રતિક્રિયા

નિવેદન / 'પાકિસ્તાન-કોંગ્રેસના ઈરાદા અને એજન્ડા એક જ', ખ્વાજા આસિફના નિવેદન પર અમિત શાહની તીખી પ્રતિક્રિયા

Last Updated: 02:41 PM, 19 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amit Shah Statement Latest News : પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, કલમ 370ની પુનઃસ્થાપના પર પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સાથે-NC અને કોંગ્રેસ બંને BJPના નિશાના પર આવી ગયા

Amit Shah Statement : જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી વચ્ચે કલમ 370ના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વાસ્તવમાં પાકિસ્તાનના રક્ષા મંત્રીના નિવેદનને કારણે NC અને કોંગ્રેસ બંને BJPના નિશાના પર આવી ગયા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદન પર કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અમિત શાહે એક પોસ્ટ લખી છે તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. વાસ્તવમાં ખ્વાજા આસિફે કલમ 370 પર કહ્યું હતું કે, કલમ 370ની પુનઃસ્થાપના પર પાકિસ્તાન કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની સાથે છે. આસિફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, અમે કલમ 370 પર કોંગ્રેસના ગઠબંધનના સ્ટેન્ડ સાથે સહમત છીએ.

કોંગ્રેસનો હાથ દેશવિરોધી શક્તિઓ સાથે : અમિત શાહ

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ નિવેદનથી ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા અને એજન્ડા એક જ છે. ગૃહમંત્રીએ આગળ લખ્યું, છેલ્લા કેટલાક વર્ષોથી, રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડીને દરેક ભારત વિરોધી શક્તિ સાથે ઉભા છે. એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવાની માંગણી હોય કે પછી ભારતીય સેના વિશે વાંધાજનક ટિપ્પણી કરવી હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન હંમેશા એક જ પેજ પર રહ્યા છે અને કોંગ્રેસનો હાથ હંમેશા દેશ વિરોધી શક્તિઓ સાથે રહ્યો છે. પરંતુ કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાન ભૂલી જાય છે કે કેન્દ્રમાં મોદી સરકાર છે તેથી કાશ્મીરમાં ન તો કલમ 370 કે આતંકવાદ પાછા આવવાના છે.

હવે જાણો શું કહ્યું હતું પાક સંરક્ષણ મંત્રીએ ?

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે જિયો ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, કલમ 370ની પુનઃસ્થાપના પર તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન કોંગ્રેસ-નેશનલ કોન્ફરન્સની સાથે છે. તેમણે કહ્યું, "અમે કલમ 370 પર કોંગ્રેસના ગઠબંધનના વલણ સાથે સહમત છીએ. પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે તેમના કાર્યક્રમ 'કેપિટલ ટોક'માં ખ્વાજા આસિફને પૂછ્યું કે, શેખ અબ્દુલ્લા અને નેહરુએ 370 અને 35Aની વ્યવસ્થા કરી હતી અને હવે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ કહી રહ્યા છે કે, જો તેઓ ચૂંટણી જીતશે તો 370 અને 35A પુનઃસ્થાપિત કરશે. આના પર ખ્વાજા આસિફે કહ્યું, મને લાગે છે કે તે શક્ય છે. કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંનેની મજબૂત હાજરી છે. કાશ્મીરના લોકો પણ આ મુદ્દાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

કોંગ્રેસે મૌન જાળવી રાખ્યું

જોકે નેશનલ કોન્ફરન્સે સત્તામાં આવે તો કલમ 370 પુનઃસ્થાપિત કરવાની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે પરંતુ કોંગ્રેસે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. કોંગ્રેસે તેના ઢંઢેરામાં પણ આ મુદ્દાનો ઉલ્લેખ કર્યો નથી, જોકે તેણે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું છે. ગુરુવારે જમ્મુ અને કાશ્મીર ચૂંટણી દરમિયાન નેશનલ કોન્ફરન્સ (NC) અને કોંગ્રેસ પર પાકિસ્તાનનો એજન્ડા વધારવાનો આરોપ લગાવ્યો હતો.

વધુ વાંચો : PM નરેન્દ્ર મોદીની જમ્મુ-કાશ્મીરમાં પહેલી ચૂંટણી રેલી, શ્રીનગર અને કટરામાં ગજવશે સભા

શું કહ્યું તરુણ ચુગે ?

BJPના જમ્મુ અને કાશ્મીર પ્રભારી ચુગે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના નિવેદનને ટાંકીને કહ્યું હતું કે, પાકિસ્તાન અને NC-કોંગ્રેસ ગઠબંધન કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવાના મુદ્દે એક જ પેજ પર છે. ચુગે કહ્યું કે, આ નિવેદન NC અને કોંગ્રેસને સંપૂર્ણપણે ઉજાગર કરે છે, પાકિસ્તાનના એજન્ડાને અનુસરી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ માત્ર જમ્મુ અને કાશ્મીરની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પાકિસ્તાનનો ઈરાદો દર્શાવે છે પરંતુ તે સાબિત કરે છે કે, નેશનલ કોન્ફરન્સનો અબ્દુલ્લા પરિવાર અને કોંગ્રેસનો ગાંધી પરિવાર પાકિસ્તાનની સેનાઓ પાસેથી નિર્દેશ લઈ રહ્યો છે જેથી અસ્થિરતા અને અશાંતિ ફેલાવી શકાય. જમ્મુ અને કાશ્મીરમાં બનાવવામાં આવી હતી. તરુણ ચુગે અબ્દુલ્લા અને ગાંધી પરિવાર પાસેથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથેના સંબંધો અંગે સ્પષ્ટતા માંગી હતી. તેમણે કહ્યું કે, તે નિંદનીય છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્તાની દળોના ઈશારે દેશ વિરોધી ગઠબંધન કામ કરી રહ્યું છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir Assembly Election 2024 Assembly Election Amit Shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ