બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / વીડિયોઝ / VIDEO: અમેરિકાના ટાઈમ સ્કવેર ચોકમાં ગુજયું 'હેલો મારો સાંભળો', ગરબાના મૂવ પર વિદેશીઓ ઘેલા
Last Updated: 07:44 PM, 6 October 2024
નવરાત્રિ એટલે મા દૂર્ગાની આરાધનાનું પર્વ. નવરાત્રિમાં ગુજરાતમાં ગરબાની રમઝટ જામે છે. ખેલૈયાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરે છે. ગુજરાતમાં ગરબા દેશ વિદેશમાં જાણીતા છે. ત્યારે સોશિયલ મિડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અમેરિકાના ટાઇમ સ્કવેર વિસ્તારનો હોવાનું મનાય છે. આ વીડિયોમાં બે યુવાનો હેલો મારો સાંભળો ગીત પર ગરબે ઘુમી રહ્યા છે. નવરાત્રી તહેવારનુ હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. નવરાત્રીમાં નવ દિવસ માં દુર્ગાના નવ રુપોનુ વિધિથી પૂજા અર્ચનાકરવામાં આવે છે.
ADVERTISEMENT
અમેરિકાના ટાઈમ સ્કેવરના ચોકમાં,
— Sagar Patoliya (@kathiyawadiii) October 6, 2024
ગુજરાતીઓ ગરબે ઘૂમતા મોજમાં..#Navratri2024 #GarbaGoesToGlobal pic.twitter.com/YK3LtbYfde
અમેરિકાના ટાઈમ સ્કવેર પર નવરાત્રી દરમિયાન ગરબાની ધૂન પર ગરબે ઘુમતા બે યુવાનોનો વીડિયો ખુબ વાઇરલ થઇ રહ્યો છે. વીડિયોમાં 'હેલો મારો સાંભળો રણુજાના રાજા' ગરબા પર બંને યુવાનો ગરબા કરતા દેખાઈ રહ્યા છે. આ વીડીયો જોઇને દરેક લોકો પસંદ કરી રહ્યા છે. તેમજ લોકો કોમેટ પણ કરી છે. યુઝરે લખ્યું છે કે, "ગુજરાતના ગરબાએ વિદેશની ધરતીને પણ ઘેલું લગાડ્યું છે." ગરબા હવે દેશ વિદેશમાં થઇ રહ્યા છે. હાલ સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામ્યો છે.
ADVERTISEMENT
ભારત એક એવો મહાન દેશ છે, જ્યાં તમામ તહેવારો અને ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે. નવરાત્રીનું સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે, ગુજરાતમાં નવરાત્રીનું વિશેષ મહત્વ છે. શક્તિના ઉપાસકો 9 દિવસ ઉપવાસ કરે છે અને 9 રાત સુધી ગરબા દ્વારા શક્તિની આરાધના કરે છે. ત્યારે ઘણા લોકો ગરબાને માત્ર મનોરંજન માને છે અને અન્ય તમામ તહેવારોની જેમ ગરબા પણ માત્ર એક તહેવાર છે અને તે મનોરંજન માટે ઉજવવામાં આવે છે.
ગરબાનું મહત્વ
નવરાત્રિ દરમિયાન ઘરમાં કે મંદિરમાં ગરબાની સ્થાપના કરવામાં આવે છે. ગરબા રમવાનું શરૂ થાય છે, ત્યારે ગરબાને મધ્યમાં મૂકવામાં આવે છે અને તેની આસપાસ રાસ-ગરબા રમાય છે. ગરબામાં બનાવેલા 9 છિદ્રો માનવ શરીરનું સ્વરૂપ છે અને ગરબામાં રાખવામાં આવેલો દીવો આત્માનો પ્રકાશ છે. ગરબામાં બનાવેલા 9 છિદ્રો માનવ શરીરના નવ દરવાજા દર્શાવે છે. બે આંખ, બે કાન, બે નાક, મોં, અને ગુપ્તાંગ. જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે તેનો આત્મા કોઈપણ દ્વાર દ્વારા શરીરને છોડી દે છે. તેમજ આત્માની જ્યોત હંમેશા પ્રજ્વલિત રહે તેવી ભાવના સાથે 9 દિવસ સુધી અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે.
આ ઉપરાંત ઘણી જગ્યાએ ગરબામાં 27 છિદ્રો પાડવામાં આવે છે. આ 27 છિદ્રોનું રહસ્ય પણ અનેરું છે. ગરબાને બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે અને 27 છિદ્રોને 27 નક્ષત્રોનું પ્રતિક માનવામાં આવે છે. એક નક્ષત્રને ચાર ચરણ હોય છે. એટલા માટે કહેવાય છે કે ગરબાને મધ્યમાં રાખી 108 વખત ગરબી ઘૂમવાથી બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ પણ વાંચોઃ આ જન્મ તારીખવાળી છોકરી માટે પતિ જ હોય છે સર્વસ્વ, ઘરમાં પગ મૂકતાં જ ઉઘડી જાય છે નસીબ
પૂજા પદ્ધતિ અને પરંપરા
આ ઉપરાંત નવરાત્રિમાં ચંડીપાઠ, ભાવનાષ્ટકમ અને શક્રદય સ્તુતિનું વિશેષ મહત્વ છે. તેમજ નવરાત્રિ દરમિયાન કોઈપણ દેવીના ધાર્મિક સ્થળ પર યજ્ઞ ચોક્કસપણે કરવામાં આવે છે. આ તેમજ યજ્ઞએ વૈદિક પરંપરામાં પૂજાનું એક સ્વરૂપ છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran Conflict / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે એડ્વાઇઝરી જાહેર, નોટ કરી લેજો આ હેલ્પલાઇન નંબર
PM Modi Canada Visit / PM મોદી કેનેડા પ્રવાસે, G7 સમિટમાં થશે સામેલ, વિવિધ મુદ્દાઓ પર છેડાશે ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT