બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:09 PM, 8 October 2024
હરિયાણાની રાજનીતિમાં જલેબીની ચર્ચા થઈ રહી છે. ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગોહાનાની પ્રસિધ્ધ જલેબી ખાધી. સ્ટેજ પર રાહુલ ગાંધીએ જલેબીના કારખાના લગાવી રોજગાર આપવા અને અને દેશ વિદેશ મોકલવાની વાત કરી. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે 'લેબીના બીજ તૈયાર થઈ ગયા છે, હવે ખેતરમાં જલેબીની ખેતી થશે.'
ADVERTISEMENT
ભારતમાં જલેબીનો ઈતિહાસ કહે છે કે જલેબીની ઉત્પતિ ઈરાનમાં થઈ હતી અને ઈરાનમાંથી જ યુરોપ, જર્મની અને નોર્થ અમેરિકા સુધી પહોંચી હતી. તેના પર મોટો પ્રશ્ન થાય છે કે જલેબી ભારતમાં કેવી રીતે પહોંચી.
ADVERTISEMENT
ભારતમાં કેવી રીતે પહોંચી જલેબી?
હકીકતમાં તો જલેબી ઇરણમાંથી જ આવી છે. ભારતમાં જલેબીને રાષ્ટ્રીય મીઠાઇનો દરજ્જો મળ્યો છે. ઉત્તર ભારતમાં જલેબી, દક્ષિણ ભારતમાં જલેબી અને નોર્થ ઈસ્ટમાં જીલાપી કહેવામાં આવે છે અને ઇરાનમાં જુલબિયા નામથી ઓળખવામાં આવે છે. તેને ખાસ કરીને રમઝાન મહિનામાં ખાવાની પરંપરા છે. મિડલ ઇસ્ટના ઘણા દેશોમાં આને બનાવતા સમયે મધ અને ગુલાબ જળનો ઉપયોગ કરવામાં આવે છે.
ઈરાનની જુલબિયાનો ઉલ્લેખ 10માં દાયકાની શરૂઆતમાં થયો હતો. મહંમદ બિન હસન અલ- બગદાદીની પ્રાચીન ફારસી રસોઈની ચોપડી 'અલ-તબીખ'માં આ વ્યંજનની વિધિને વાત કરી છે. ચોપડીમાં લખ્યું છે કે જલેબી રમઝાન અને અન્ય ઉત્સવો દરમિયાન લોકોમાં પરંપરાગત રીતે જલેબીનું વહેંચવામાં આવે છે. આ જલેબીનો ઉલ્લેખ ઈબ્ન સૈયર અલ-વરાકની 10મી સદીના અરબી રસોઈ પુસ્તકમાં પણ છે.
ઇતિહાસકાર જણાવે છે કે મધ્યયુગના સમયે ફરસી વેપારી, કારીગરો અને અઢી-પૂર્વી આક્રમણકારીઓના માધ્યમે જલેબી ભારતમાં પહોંચી હતી. આવી રીતે આને બનાવવાની પદ્ધતિ ભારતમાં આવી છે ચલણ શરૂ થયું. 15મી સદીના અંતમાં ભારતમાં ઉજવવામાં આવતા તહેવારો, લગ્ન સમારોહ અને અન્ય કાર્યક્રમોમાં જલેબીને સ્થાન મળ્યું. એટલું જ નહીં મંદિરમાં પ્રસાદ રૂપે પણ જલેબી વહેંચવામાં આવવા લાગી.
કેવી રીતે નામ પડ્યું જલેબી?
ઇન્ડિયન ફૂડ: એ હિસ્ટોરિકલ કમ્પેનિયનમાં ફૂડ હિસ્ટોરિયન્સ કેટી આચાર્ય લખે છે, 'હોબ્સન-જોબ્સન અનુસાર જલેબી શબ્દ સ્પષ્ટ રૂપે અરબી જલાબીયા કે પછી ફરસી જલિબિયાનું અપભ્રંશ છે.'
ભારતમાં જલેબીને ઘણી ચીજો સાથે ખાવામાં આવે છે. ઉત્તર ભારતમાં અને દહીં સાથે ખાવામાં આવે છે. મધ્ય ભારતમાં આને પૌવા સાથે ખાવાની પરંપરા છે. ગુજરાતમાં અને ફાફડા એન દેશના ઘણા ભાગોમાં આને દૂધ સાથે ખાવાની પરંપરા છે. જલેબીને રબડીની સાથે પણ ખાવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.