બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / jaishankar said terrorism cannot be justified

BIG NEWS / આતંકવાદ તો આતંકવાદ જ છે, ગમે તેમ કરી યોગ્ય ન ઠેરવી શકાય: જયશંકરે નામ લીધા વિના ચીન-પાક.ને ધોયા

Vaidehi

Last Updated: 11:09 AM, 20 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રાલયએ 2 દિવસ સુધી દિલ્હીમાં ટેરર ફાઇનેન્સિંગ પર રોક લગાડવા માટે સમ્મેલન યોજ્યું હતું. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહથી લઇને વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદ વિરુદ્ધ ભારતની દ્રઢતા દર્શાવી હતી. ચીન અને પાકિસ્તાન આ બેઠકમાં હાજર ન હતાં પરંતુ ભારતે બંને દેશોનું નામ લીધા વગર તેમને ચીમકી આપી.

  • 'નો ફંડ ફોર ટેરર' સમ્મેલનમાં જયશંકરે આપી પાક. ચીનને ચીમકી
  • આતંકવાદ તો આતંકવાદ છે- જયશંકર
  • આતંકવાદની વાત આવે છે તો અમે પાછળ ફરીને નહીં જોઇએ- વિદેશમંત્રી

નવી દિલ્હી:  વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદ પર નામ લીધાં વગર પાડોશી દેશ પાકિસ્તાન અને ચીનને સાચી-ખોટી સંભળાવી હતી. એક દિવસ પહેલાં પાકિસ્તાન પર નિશાન સાધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દેશ પોતાની વિદેશ નીતિમાં આતંકવાદનું સમર્થન કરે છે તેમને તેની કિંમત ચૂકવવા માટે મજબૂર કરવામાં આવશે. 

જયશંકર આતંકવાદની સ્ટેટ પોલિસી પર વાત કરી
જયશંકરે કહ્યું કે આતંકવાદને સ્ટેટ પોલિસીનાં રૂપે ઉપયોગ કરવાની પ્રવૃતિ કેટલાક દેશો હાલમાં પણ કરે છે અને બીજાં તેને જસ્ટિફાઇ કરવાનો પ્રયત્ન કરે છે. તેના લીધે હાલનાં વર્ષોમાં આતંકવાદને લીધે પેદા થનાર મુશ્કેલીઓનાં સ્તર અને તીવ્રતા બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે. વિદેશ મંત્રી જયશંકર ટેરર ફંડિગનાં વિરૂદ્ધમાં આયોજિત નો મની ફોર ટેરરને સંબોધિત કરતાં આ વાત કરી હતી. મહત્વની વાત તો એ છે કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને આ બેઠકમાં આમંત્રણ આપવામાં જ નહોતું આવ્યું જ્યારે ચીનને આમંત્રિત કર્યું હોવા છતાં તે હાજર રહ્યું નહીં.

આતંક તો આતંક છે- જયશંકર
તેમણે સમ્મેલનને સંબોધિત કરતાં કહ્યું કે 'આતંક તો આતંક છે. રાજનૈતિક દાવપેચથી તેને કોઇ દિવસ ન્યાયી સાબિત નહીં કરી શકાય. આતંકવાદની વિરૂદ્ધ લડત તો દરેક મોરચે, દરેક સ્થિતમાં અને દરેક જગ્યાએ લડવી જ જોઇએ.'

આતંકવાદ સામે લડવા કરી વાત
તેમણે આતંકવાદનો સામનો કરવા માટે એક એકસમાન અને મજબૂત દ્રષ્ટિકોણની વકીલાત કરી અને કહ્યું કે દુનિયાભરનાં દેશોને આ આતંકવાદથી લડવા માટે રાજનૈતિક મતભેદોથી ઉપર ઊઠીને કામ કરવું જોઇએ. જયશંકરે સ્પષ્ટરૂપે ઇશારો પાકિસ્તાન અને ચીનની તરફ કર્યો હતો. જો કે તેમણે કોઇ દેશનું નામ ઉચ્ચાર્યું નથી. પાકિસ્તાનમાં જન્મી રહેલાં આતંકી સંગઠનોનાં કમાન્ડરોને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવાનાં UNનાં પ્રયાસો પર હંમેશા ચીન અડગો રહ્યો છે. તેમણે ભારતનો વ્યૂહ સ્પષ્ટ કરતાં કહ્યું કે જ્યારે આતંકવાદની વાત આવે છે તો અમે પાછળ ફરીને નહીં જોઇએ, અમે ક્યારેય સમાધાન નહીં કરીએ અને ન્યાયને સુનિષ્ચિત કરવાનાં પોતાનાં પ્રયાસોમાં કોઇ ચૂક નહીં રાખીએ. 

સંકળાયેલા મુદ્દાઓ

India Terror no money for terror s jaysankar ભારત વિદેશ મંત્રી No Money for Terror Convention
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ