દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર ઘડાઇ રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ષડયંત્ર કરી રહ્યું છે. પુલવામા પેટર્ન પ્રમાણે સેનાના વાહનો પર 3 વ્હીકલ હુમલો કરવાનું ષડયંત્ર છે.
ગુજરાતમાં આતંકવાદીઓ હુમલો કરવાનું ષડયંત્ર ઘડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સુરક્ષા એજન્સીએ આતંકવાદીઓના ફોન ટ્રેસ કર્યા છે. જેમાં ફોનમાં ગુજરાત પર આતંકી હુમલાના ષડયંત્ર પર વાત કરી રહ્યા છે. ફોનમાં ગુજરાત પહોંચી કંઇક મોટું કરવાની વાત કરી રહ્યા છે.
ગુજરાતમાં આતંકવાદી હુમલાનું ષડયંત્ર રચાઈ રહ્યાનો ઘટસ્ફોટ થયો છે. પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદ(JEM) સાથે સંકળાયેલા એક શખ્સનો સેન્ટ્રલ એજન્સીઓએ ફોન ટ્રેસ કર્યા બાદ ઘટસ્ફોટ થયો છે. ફોનમાં આતંકી બોલે છે કે, "ગુજરાત પહોંચ કર એસા કરેંગે કે પુરા હિન્દુસ્તાન હિલ જાયેગા"
અત્રે ઉલ્લેખનીય છે કે ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં પુલવામા હુમલા જેવા મોટા હુમલાની યોજનાને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી હતી. જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનું ષડયંત્ર સામે આવ્યા બાદ ગુજરાતમાં પણ આ મામલે અલર્ટ આપવામાં આવ્યું હતું. ગુજરાતનાં મહત્વના સ્થાનોની સુરક્ષા વધારવા સૂચના આપવામાં આવી હતી. ત્યારે હવે ગુજરાતમાં આતંકવાદી હુમલાનો ષડયંત્ર ઘડાઇ રહ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.