મોટા સમાચાર / કાશ્મીરમાં કમર તુટતા હવે જૂના અફઘાનિ મિત્રોની મદદથી આતંકવાદ ફેલાવવાની ફિરાકમાં છે જૈશ-એ- મોહમ્મદ

jaish e mohammed seeks help from afghanistan friends to fight revive kashmir jihad

પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ- એ- મહોમ્મદ એક વાર ફરી જમ્મુ કાશ્મીરમાં આતંક અને જિહાદ ફેલાવવાની ફિરાકમાં લાગેલું છે. એ માટે તે અફઘાનિસ્તાનમાં પોતાના જૂના મિત્રો તાલિબાન અને અલકાયદાની મદદ લઈ રહ્યું છે. એક તરફ જ્યાં અફઘાનીસ્તનમાંથી અમેરિકા પોતાની બચેલી સેનાને પાછી બોલાવવાની તૈયારીમાં છે. ત્યારે બીજી તરફ અફઘાનીસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના સેંકડો આતંકવાદીઓ ત્યાં ટ્રેનિંગ સેન્ટરમાં હાજર છે. આ માહિતી ગુપ્તચર એજન્સીઓએ એક મીડિયા ગ્રુપને આપી છે. અફઘાનિસ્તાનમાં જૈશેને આ તમામ મદદ તાલિબાનના નવા હેડ મોહમ્મદ યાકૂબ તરફથી આપવામાં આવી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ