ગોંડલ બેઠક પર જયરાજસિંહની ધમકી બાદ અનિરૂદ્ધસિંહ જાડેજા પણ મેદાને આવ્યા છે. આવતીકાલે અનિરુદ્ધસિંહની પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં મોટા ધડાકા, ભડાકાના એંધાણ વર્તાઇ રહ્યા છે.
ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં
કોંગ્રેસના સમર્થન અંગે આવતીકાલે ચિત્ર થઇ શકે સ્પષ્ટ
ચુંટણી ટાણે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે. ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. જેમાં ગોંડલના દેરજી કુંભાજી ગામમાં અનિરુદ્ધસિંહે સભા યોજી જયરાજસિંહ વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. ત્યારબાદ હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા આવતીકાલે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને અનિરુદ્ધસિંહ જાડેજાની 'પ્રેસ' પર સહુની મીટ મડાઈ છે.આ પત્રકાર પરિષદમાં આવતીકાલે કોંગ્રેસના સમર્થન અંગે સ્પષ્ટ ચિત્ર થઇ શકે છે.
ક્ષત્રિય સમાજના બે અગ્રણીઓની ટકરાવ છે ચર્ચામાં
ગોંડલમાં ટિકિટને લઇને લાગેલી અસંતોષની આગ હજુ પણ ઠરવાનું નામ લેતી નથી. જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે ભાજપમાંથી ટીકિટની ખેંચતાણ જામી હતી. ત્યારબાદ શ્રત્રિયસમાજના 2 અગ્રણીઓનો ટકરાવ ભારે ચર્ચામાં છે. ત્યારે ચુંટણી માથે છે. ત્યારે અનિરૂદ્ધસિંહ કોંગ્રેસને જાહેરમાં સમર્થન આપે તો નવાઇ નહિ!
ગોંડલમાં જયરાજસિંહની ધમકી બાદ અનિરુદ્ધસિંહ મેદાનમાં આવ્યા છે. અનિરુદ્ધસિંહે ગોંડલમાં જયરાજસિંહ વિરુદ્ધ ગોંડલના દેરજી કુંભાજી ગામમાં સભા સંબોધી હતી. આ દરમિયાન રિબડાના અનિરુદ્ધસિંહ ખુલીને જયરાસિંહનો વિરોધ કર્યો હતો. અનિરુદ્ધસિંહે કોંગ્રેસને મત આપવા આપવા લોકોને હાંકલ કરતા રાજકારણ ગરમાયુ છે. આ સભામાં તેમણે જયરાજસિંહ આકરા પ્રહારો પણ કર્યા હતા.
અનિરુદ્ધસિંહએ કર્યા આકરા આક્ષેપો
બંધારણ બચાવો મહાસંમેલનના નેજા હેઠળ સભા યોજાઇ હતી. જેમાં અનિરુદ્ધસિંહએ ખુલ્લેઆમ આક્ષેપ કરતા કહ્યું હતું કે આ પંથકમાં જયરાજસિંહની ગેંગ દલિત પર અત્યાચાર કરી રહી છે. વધુમાં ગોંડલમાં જેલર સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગોંડલની ચૂંટણીમાં અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહ સામ સામે થતાં હવે આ લડાઇના ભાજપે માઠા પરીણામ ભોગવવા પડશે કે કેમ તે જોવું રહ્યું !