બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / હદ હોય! રીલ બનાવવા માટે યુવકે રેલવે ટ્રેક પર દોડાવી કાર, માલગાડી આવતા શ્વાસ અધ્ધર, જુઓ VIDEO
Last Updated: 11:23 AM, 13 November 2024
Jaipur Car Video : આપણે સોશિયલ મીડિયામાં અવાર-નવાર અનેક પ્રકારના વાયરલ વિડીયો જોતાં હોઈએ છીએ. આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં રાજસ્થાનમાં એક યુવકે રીલ બનાવતા તમામ હદો વટાવી દીધી. પોતાની કારને તેજ ગતિએ ચલાવતા તેણે કારને રેલ્વે ટ્રેક પર હંકારી. આ દરમિયાન પાછળથી એક માલગાડી આવી રહી હતી. લોકો પાયલોટે જેમ જ થારને રેલ્વે ટ્રેક પર ફસાયેલો જોયો તો તે ડરી ગયો.
ADVERTISEMENT
આ તરફ અચાનક રેલવે ટ્રેક પર કારને જોઈ લોકો પાયલટે તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને ટ્રેનને રોકી. ત્યારપછી GRP ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પોલીસની સામે પણ તે ઇસમે કારને અટકાવી ન હતી અને તેણે ફરી એક ચોંકાવનારું કામ કર્યું. યુવકે રેલવે પોલીસની સામે પાટા પર ફસાયેલી કારને એટલી સ્પીડથી બહાર કાઢી કે બધા ગભરાઈ ગયા. તેણે પલટી મારીને સીધો રોડ પર લઈ લીધો. ડરીને કારની પાછળથી બે લોકો જીવ બચાવવા ભાગ્યા હતા. આ પછી તે સીધો રોડ પર ગયો અને કાર લઈને ભાગી ગયો. આ ઘટના સોમવારે જયપુરના બિંદાયકા વિસ્તારમાં સિનવર ગૌશાળા પાસે બની હતી.
Yesterday in Jaipur, some guys rented a Thar and were performing stunts on a live railway track. #Rajasthan #Jaipur #Thar #RailwayTrack #ViralVideo
— Priykant Journalist (@Priykantnews) November 13, 2024
Video : Social Media pic.twitter.com/zRrDLXxru8
ADVERTISEMENT
પ્રાથમિક વિગતો મુજબ સોમવારે સાંજે 4 વાગ્યાના સુમારે એક યુવાન સ્ટંટમેને ફિલ્મી સ્ટાઈલમાં થાર જીપ રેલવે ટ્રેક પર કૂદી હતી. આ દરમિયાન કાર પાટા વચ્ચે ફસાઈ ગઈ હતી. જીપને ટ્રેક પર ઉભી જોઈને લોકો પાયલટે ટ્રેન રોકી હતી. ભારે જહેમત બાદ પોલીસ અને ગ્રામજનોએ જીપને પાટા પરથી બહાર કાઢી હતી. તકનો લાભ લઈ યુવક જીપ લઈને ભાગી ગયો હતો.
વધુ વાંચો : VIDEO : સરકારી ગાડી પર બાર ગર્લ પાસે કરાવ્યો અશ્લિલ ડાન્સ, લાજ-શરમના ઉડ્યાં ધજાગરાં
અંતે ઝડપાઇ ગયો કાર ચાલક
આ તરફ પોલીસે પીછો કરી જીપને મુંડિયારમસર પાસેથી પકડી પાડી હતી. કારને પારીક પાથ, સિનવર મોરનો રહેવાસી કુશલ ચૌધરી ચલાવી રહ્યો હતો. તે બેગુસરાયથી ભાડે જીપ લાવ્યો હતો. આ અંગે RPF દ્વારા કેસ દાખલ કરવામાં આવશે. યુવક વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો હતો અને તેણે રીલ બનાવવા માટે આ કર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.