રાજકારણ / રાજસ્થાનમાં ડેમેજ કન્ટ્રોલ માટે કોંગ્રેસે આ ગુજરાતીને ઉતર્યા મેદાનમાં, આ વરિષ્ઠ નેતા જઈ શકે છે જયપુર

jaipur sachin pilot ahmed patel grief cm ashok gehlot marginalized sources rajasthan congress government

રાજસ્થાનમાં અશોક ગહેલોતની સરકાર અને કોંગ્રેસના ભવિષ્ય પર કટોકટીના વાદળ છવાયા છે. સચિન પાયલોટ અને અશોક ગહેલોક વચ્ચેના મતભેદ ખુલ્લા પડી ગયા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સચિન પાયલટે દિલ્હીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ સાથે વાત કરી છે. જેમાં તેમણે રાજસ્થાનમાં રાજકીય પરિસ્થિતિની માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાયલટ અહેમદ પટેલને જણાવ્યું છે કે ગેહલોત તેમને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ માહિતી મળી છે કે કોંગ્રેસ અહેમદ પટેલને જયપુર મોકલી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ