બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Jaipur news murder of Tai in Jaipur murder like Shraddha 10 pieces after killing Jaipur police

ક્રાઇમ / શ્રદ્ધા કેસમાંથી આઇડિયા લઈને ભત્રીજાએ કાકીના કરી નાંખ્યા 10 ટુકડા! હત્યાનું કારણ જાણી ચોંકી જશો

Parth

Last Updated: 10:31 AM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રદ્ધા મર્ડર કેસની પ્રેરણા લઈને યુવકે કાકીના કરી નાંખ્યા 10 ટુકડા.

  • રાજસ્થાનમાં હૃદય ધ્રુજાવી નાંખી તેવી ઘટના 
  • નજીવી બાબતમાં ભત્રીજાએ કરી કાકીની હત્યા 
  • મૃતદેહના 10 ટુકડા કરીને ફેંકી દીધા 
  • શ્રદ્ધા મર્ડર કેસમાંથી લીધી હતી પ્રેરણા 

ગુનાઓની દુનિયામાં સનકી સરફિરાઑ હત્યા માટે હંમેશા ઘટનાઑમાંથી પ્રેરણા લેતા રહે છે, આવો જ એક ભયાનક કેસ રાજસ્થાનથી સામે આવ્યો છે. 

શ્રદ્ધા મર્ડર કેસમાંથી લીધી હતી પ્રેરણા 
રાજસ્થાનના જયપુરમાં 64 વર્ષની મહિલાની હત્યાને રૂંવાડા ઊભા કરી દે તેવા ખુલાસા થયા છે. વૃદ્ધ મહિલાને તેના જ ભત્રીજાએ મોતને ઘાટ ઉતારી હતી અને તેના માટે શ્રદ્ધા મર્ડર કેસમાંથી પ્રેરણા લીધી હતી. 

10 ટુકડા કરીને ફેંકી દીધા 
સામાન્ય વિવાદમાં ભત્રીજાએ કાકીની હત્યા કરી નાંખી અને તે બાદ શરીરના 10 ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ ફેંકી આવ્યો. પોલીસ અત્યારે કુલ આઠ ટુકડા શોધી નાંખ્યા છે અને DCP પોતે તપાસ કરી રહ્યા છે. 

શું કબૂલાત કરી? 
હત્યાને અંજામ આપનાર ભત્રીજા સાથે પૂછપરછમાં જે સામે આવ્યું તે સાંભળીને પોલીસ અધિકારીઓના કાળજા પણ કંપી ઉઠયા હતા. આરોપીને કીર્તન માટે દિલ્હી જવું હતું પણ કાકીએ ઈનકાર કર્યો અને બસ આ જ વાતમાં ઝઘડો થયો. યુવકે શ્રદ્ધા મર્ડર કેસ વિષે તમામ જાણકારીઓ ભેગી કરી હોવાથી તે જ રીતે કાકીની હત્યા કરી અને મૃતદેહના 10 ટુકડા કર્યા. 

11 ડિસેમ્બરના રોજ આરોપીના માતા પિતા બહેનના લગ્ન માટે ઈન્દોર ગયા હતા અને તે જ સમયે તેણે આ વારદાતને અંજામ આપ્યો. આરોપી બીટેકમાં વિદ્યાર્થી હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ