બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / jaipur breaking cm ashok gehlots corona report positive tweeted information isolated himself
Dharmishtha
Last Updated: 11:57 AM, 29 April 2021
ADVERTISEMENT
સીએમ અશોક ગહેલોતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
સીએમ અશોક ગહેલોતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક દિવસ પહેલા બુધવારે સીએમ ગહેલોતની પત્ની સુનિતા ગહેલોત કોરોના પોઝિટિવ આવ્યા હતા. સીએમ ગહેલોતે ગુરુવારે સવારે ટ્વીટ કરી પોતે પોઝિટિવ હોવાની જાણકારી આપી છે.
ADVERTISEMENT
कोविड टेस्ट करवाने पर आज मेरी रिपोर्ट भी पॉजिटिव आई है। मुझे किसी तरह के लक्षण नहीं हैं और मैं ठीक महसूस कर रहा हूं। कोविड प्रोटोकॉल का पालन करते हुए मैं आइसोलेशन में रहकर ही कार्य जारी रखूंगा।
— Ashok Gehlot (@ashokgehlot51) April 29, 2021
સીએમ ગહેલોતે જણાવ્યુ છે કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સીએમે ટ્વીટ કરતા કહ્યુ કે કોવિડ ટેસ્ટ કરાવવા પર આજે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોઈ પ્રકારના લક્ષણો નથી અને હું સારુ અનુભવી રહ્યો છુ. કોવિડ પ્રોટોકોડનું પાલન કરતા હું આઈસોલેશનમાં રહીને કામ કરવાનું ચાલુ રાખીશ.’
ખુદ સીએમ ગહેલોતે ટ્વીટ કરી શેર કરી હતી
આ પહેલા સીએમના પત્ની સુનીતા ગહેલોત બુધવારે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આની જાણકારી ખુદ સીએમ ગહેલોતે ટ્વીટ કરી શેર કરી હતી. તેમણે પોતાના આ ટ્વીટમાં ગહેલોતે જણાવ્યું કે પ્રોટોકોલ અનુસાર હોમ આઈસોલેશનમાં સારવાર ચાલુ કરી દીધી છે. આ સાથે ગહેલોતે એમ પણ કહ્યુ હતુ કે તકેદારીના ભાગ રુપે તે આઈસોલેશનમાં રહી રહ્યા છે.
55 મિનિટમાં 2 હજાર વાર રિટ્વીટ થઈ સીએમની ટ્વીટ
સીએમ ગહેલોકે સવાર 9.35 વાગે પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વીટ કરી શેર કરી હતી. તેના માત્ર 55 મિનિટમાં તેમની આ ટ્વીટ 2 હજારથી વધારે વાર રિટ્વીટ થઈ ગઈ. સીએમ ગહેલોત કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળ્યા બાદ કોંગ્રેસના વિભિન્ન નેતાઓ સહિત અન્ય પાર્ટીના નેતાઓ અને સામાન્ય જનતાએ સોશિયલ મીડિયા પર તેને તાત્કાલિક સ્વસ્થ થવાની કામના કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં કોરોના સંક્રમણ પોતાની બીજી લહેરમાં બેકાબૂ થયું છે. રાજ્યોમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.