Jain community reacts to MP Mahua Moitra's controversial statement, sparks agitation if not apology
વિવાદ /
સાંસદ મહુઆ મોઇત્રાના વિવાદિત નિવેદન પર જૈન સમાજની પ્રતિક્રિયા, માફી નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી
Team VTV11:36 PM, 05 Feb 22
| Updated: 11:39 PM, 05 Feb 22
તૃણમુલ ક્રોગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ગઈકાલે સાંસદ ભવનમાં જૈન સમાજના યુવાનો માટે ટીપ્પણી સામે ગુજરાતના જૈન સમાજમાં નારાજગી. સી. આર પાટીલે કહ્યું , માફી માંગે મોઇત્રા
નવસારીમાં જૈન સમાજની નારાજગી
સમાજના યુવાનો માટે અભ્રદ ટીપ્પણી
મહુવા મોઇત્રા માફી માંગે, માગણી
તૃણમુલ ક્રોગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા દ્વારા ગઈકાલે સાંસદ ભવનમાં જૈન સમાજના યુવાનો માટે અભ્રદ ટીપ્પણી કરતા નવસારી શહેરના જૈન સમાજમાં નારાજગી ઉભી થઇ છે અને મહુવા મોઇત્રા માફી માંગે એવો સૂર યકત કર્યો હતો..
સાંસદ મહુવા મોઇત્રા દ્વારા જૈન સમાજના યુવાનો ચોરી છુપી માંસાહાર કરી રહ્યાની ગંભીર ટિપ્પણી બાદ જૈન સમાજ ની લાગણી ની ઠેસ પીહચી છે જેને લઈને નવસારી ના જૈન સમાજ એકઠો TMCના સાંસદ મહુઆ મોઈત્રાએ જૈન ધર્મ અંગે સંસદમાં કરવામાં આવેલ વિવાદિત ટીપ્પણીને લઈને હવે રાજકારણ ગરમાયું છે
.સંસદમાં મહુઆની ટીપ્પણી બાદ ગુજરાતના રાજકીય નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે,. આ મામલે સી.આર.પાટીલે મહુઆ મોઇત્રા પર નિશાન સાધ્યું છે...સી.આર.પાટીલે કહ્યું કે, અમે આ વ્યક્તવ્યને વખોડીએ છીએ. આ ઉપરાંત તેમણે કહ્યું કે, મહુઆ મોઇત્રાએ જૈન સમાજની માફી માંગવી જોઇએ. .અને ફરી આવું વ્યક્તવ્ય ન આપવા માટે બાંહેધરી આપવી જોઈએ. થઈ ને ટિપ્પણી કરનાર સાંસદ સામે વિરોધ નોંધાવી સુત્રોચાર કર્યા છે અને માફી માંગવાની વાતો કરી હતી અને જો માફી ના માંગે તો ઉગ્ર આંદોલન ની ચીમકીઓ પણ આપી છે