બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરાની 9 વર્ષીય દીકરીની જૈમીનીનો વર્લ્ડ રેકોર્ડ, હુલા હોપમાં 153 વખત કર્યું રોટેશન
Last Updated: 11:05 PM, 29 May 2024
સિદ્ધિ મેળવવા માટે ઉમર કોઈ માઈને નથી રાખતી. બસ પોતાનામાં આત્મવિશ્વાસ અને કાંઈક કરી બતાવવાની ચાહત હોવી જોઈએ. આવી જ સિદ્ધિ વડોદરાની નાનકડી દીકરીએ મેળવી છે. જેણે માત્ર 9 વર્ષની ઉમરે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી લીધું છે. કલાનગરી વડોદરા પોતાના કળા માટે જાણીતું છે. તેવી જ રીતે અહીંની હવામાં અને લોકોમાં પણ અવનવી કળા જોવા મળે છે. જે વિશ્વકક્ષાએ ગુજરાતનું નામ રોશન કરે છે. આવું જ કામ 9 વર્ષની દીકરીએ કર્યું છે. શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતા સોની પરિવારની નવ વર્ષીય દીકરી જૈમીની સોની એ એક અનોખો વિશ્વ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. એક મિનિટમાં હેર બન પર સૌથી વધુ હુલા હૂપ રોટેશન 153 વખત કરી ગીનીશ વર્લ્ડ ઓફ રેકોર્ડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે.
ADVERTISEMENT
9 વર્ષની દીકરીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ADVERTISEMENT
9 વર્ષની જૈમીની હાલ ભારતીય વિદ્યા ભવન ખાતે ચોથા ધોરણમાં ભણે છે. અગાઉ આ પ્રકારનો 138 વખત હેર બન પર હુલા હુપ કરવાનો રેકોર્ડ બનેલો હતો, જેને જૈમીની દ્વારા 153 વખત રોટેશન કરી તોડવામાં આવ્યો. તેણીએ ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ બ્રેક કરીને અન્ય એક રેકોર્ડ સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જૈમીની છેલ્લા 6 વર્ષથી હુલા હુપ કરી રહી છે. આ સિવાય પણ તે અનેક પ્રવૃતિઓમાં માહેર છે.
વાંચવા જેવું: કોમન એડમિશન પ્રક્રિયા: રજીસ્ટ્રેશનમાં વિદ્યાર્થીઓને મુશ્કેલી, પોર્ટલમાં ખામીની વાતનું સત્ય શું?
ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવી સિદ્ધિ
દરેક બાળકની સિદ્ધિ પાછળ કોઈને કોઈ વ્યક્તિનો હાથ હોય છે. અહીં જૈમીનીની સિદ્ધિમાં તેના માતા અંકિતા સોનીનો પણ ફાળો છે. જેમણે ક્યારેય પણ જૈમીનીને હુલા હુપ કરતા રોકી નથી. પરંતુ હંમેશા તેને પ્રોત્સાહિત કરી છે અને આજ કારણ છે કે, જૈમીની ભવિષ્યમાં પોતાનો જ રેકોર્ડ તોડી વધુ નવા-નવા રેકોર્ડ બનાવવા માગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પહેલા જ વરસાદે તારાજી / કારમાં સવાર 6 લોકો ગુમ, તો બીજી તરફ મકાન ધરાશાયી, જોઇ લો બોટાદમાં મેઘરાજાનો કહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT