જગન્નાથજીની પ્રસાદી વગર ક્યારેય હજારો કે લાખો હાથ નથી ફરતા ખાલી.. જાણો શું છે રહસ્ય..

By : krupamehta 12:00 PM, 10 July 2018 | Updated : 02:16 PM, 13 July 2018
જગન્નાથ મંદિરમાં ભગવાનના દર્શન દરેક જાતિ અને ધર્મના લોકોને સુલભ થઇ શકે, એના માટે સુપ્રીમ કોર્ટમાં એક દાખલ અરજી પર સુનવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા મંદિર વ્યવસ્થાપકને એની પર વિચાર કરવા માટે કહ્યું છે. જેશના ધનવાન મંદિરોમાંથી એક ઓડિશાનું જગન્નાથ પુરી મંદિર પોતાની અંદર ઘણા સહસ્યો છુપાયેલા છે. જૂન 2018માં મંદિરના ખજાનાની ચાવી ગુમ થઇ ગયા બાદ મંદિર ખૂબ ચર્ચામાં રહ્યું હતું.

આ મંદિરમાં દરવર્ષે જગન્નાથની રથ યાત્રા નિકળે છે. આ વર્ષે આ રથયાત્રા 14 જુલાઇએ નિકળશે. વર્ષોથી પરંપરા ચાલતી આવી છે કે ભગવાનનો રથ એક મુસલમાન ભક્ત સાલબેગની દરગાહ પર થોડાક સમય માટે જરૂરથી થોભે છે. ચલો તો આ મંદિરથી જોડાયેલી ખાસ વાત માટે જાણીએ. 

ભગવાન જગન્નાથના મંદિરમાં આજે પણ એવા ચમત્કાર થાય છે, જેના જવાબ વિજ્ઞાન પાસે પણ નથી. પુરાણો અનુસાર જગન્નાથ મંદિરને ધરતીના વૈકુંઠ માનવામાં આવ્યું છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ આજે પણ અહીંયા ઉપસ્થિત માનવામાં આવે છે. આ પ્રાચીનકાળથી અહીંની સબર જનજાતિના અરાધ્ય દેવ છે અને એવું કહેવમાં આવે છે કે આ કારણથી અહીંયા ભગવાન વિષ્ણુનું રૂપ અન્ય મંદિરોની સરખમાણીમાં થોડું અલગ નજરે આવે છે.

ભગવાન જગન્નાથને સમપ્રિત આ મંદિરનું નિર્માણ 10મી શતાબ્દીમાં થયું હતું, જેનું ચારધામમાં પણ સ્થાન પ્રાપ્ત છે. એવી માન્યતા છે કે મંદિરના શિખર પર લહેરાતો ધ્વજ હંમેશા હવાની વિરુદ્ધ દિશાંમાં લહેરાય છે. વાસ્તવમાં એવું કહેવામાં આવે છે કે અહીંયા દિવસનો સમય હવા દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે એની વિપરિત દિશામાં હવા વધે છે. આ સાથે જ મંદિર પર લાગેલા સુદર્શન ચક્રના દર્શન તમે મંદિર પરિસરમાં ક્યાંયથી પણ ઊભા રહીને કરી શકો છો. 

મંદિરથી જોડાયેલું એક અદ્ધુત રહસ્ય છે. એવું કહેવામાં આવે છે કે મંદિરમાં દરરોજ ગમે તેટલા શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવે, પરંતુ પ્રસાદનું પ્રમાણ ક્યારેય ઘટતું નથી. દરેક સમયે આખા વર્ષ માટે ભંડાર ભરેલો રહે છે. એવી માન્યતા છે કે ભગવાન જગન્નાથના પ્રતાપથી અહીંયા હજાર લોકોથી લઇને લાખો સુધી દરરોજ ભરપેટ ભોજન ખવડાવવામાં આવી શકે છે. 

અહીંયા અનોખી રીતે પ્રસાદ બનાવવામાં આવે છે. 7 વાસણ એકબીજા પર રાખવામાં આવે છે. જેને લાકડીના ચૂલ્હા પર બનાવવામાં આવે છે. પરંતુ જાણવા મળ્યું છે કે આ પ્રક્રિયામાં સૌથી ઉપર વાસણમાં રાખવામાં આવેલી સામગ્રી સૌથી પહેલા બને છે અને પછી ધીરે ધીરે નીચેના વાસણોમાં રાખેલી સામગ્રી બને છે. મહાપ્રસાદને બનાવવા માટે 500 રસોઇઆ લાગેલા રહે છે, જેમના માટે અલગથી 300 સહયોગી કામ કરે છે. એટલે કે 800 લોકો મળીને મહાપ્રસાદ તૈયાર કરે છે. 

આ મંદિરની એક બીજી ચમત્કારી વાત એ છે કે મંદિરમાં પ્રવેશ કરતાં જ તમને દરિયાના મોજાનો અવાજ સંભળાશે નહીં. પરંતુ જેવા તમે મંદિરના પ્રાંગણખી નિકળશો  એવો તરત દરિયાના મોજાનો અવાજ સ્પષ્ટ સંભળાશે. 

ભારતમાં કોઇ પણ મંદિરનો ધ્વજ દરરોજ બદલાતો નથી. જગન્નાથજીનું મંદિર એક માત્ર મંદિર છે જેનો ધ્વજ દરરોજ બદલવામાં આવે છે. જગન્નાથ મંદિરની એવી માન્યતા છે કે જો એક દિવસ પણ ધ્વજ બદલવામાં આવ્યો નહીં તો મંદિર 18 વર્ષ માટે બંધ થઇ જશે. Recent Story

Popular Story