જગન્નાથ મંદિરની મૂર્તિઓને નથી હાથ, જાણો કેમ

By : juhiparikh 01:06 PM, 11 July 2018 | Updated : 02:21 PM, 13 July 2018
જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઇ બલરામની સાથે બિરાજમાન છે, દર વર્ષે  અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામ રથ પર સવાર થઇને નગરયાત્રાએ નીકળે છે જેથી તેણે રથયાત્રાના કહેવામાં આવે છે. ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ભગવાન  જગન્નાથની રથયાત્રા પ્રખ્યાત છે.

જગન્નાથ મંદિરમાં બિરાજમાન ભગવાન જગન્નાથ પોતાની બહેન સુભદ્રા અને ભાઇ બલરામની મૂર્તિઓના હાથ નથી, જેણે લઇને એક મોટું રહસ્ય છે. મંદિરમાં દર્શન કરવા આવતા તમામ ભક્તો વિચારમાં રહે છે કે ભગવાનની મૂર્તિને કેમ હાથ નથી?જોકે મંદિરના નિર્માણ પાછળ એક જૂનું રહસ્ય છે. જાણો કેમ જગન્નાથજીના મંદિરમાં ભગવાનની મૂર્તિને હાથ નથી..

ભગવાનની મૂર્તિઓના હાથ ના હોવાને લઇને લોકોની વચ્ચે ઘણી વાતો અને કથાઓ પ્રચલિત છે. આ વાતના સત્યનો કોઈ પુરાવા નથી, તેમ છતાં, લોકમાન્યતાઓ પ્રચલિત છે, જેણે લોકો દ્વારા માન્ય કરવામાં આવી છે. 

આ કારણથી નથી જગન્નાથ મંદિરની મૂર્તિના હાથ:

એક વખત માલવાના રાજ ઇંદ્રદ્યુમ્નના સ્વપ્નમાં ભગવાન વિષ્ણુએ સમુદ્ર તટ પર જઇ અને ત્યાંથી મળેલી લાકડીના ભાગથી ભગવાનની મૂર્તિ બનાવવાનો આદેશ આપ્યો હતો. રાજાએ ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવેલા આદેશને પાલન કરવાનું વિચાર્યુ, એજ સમયે દેવશિલ્પી વિશ્વકર્મા ત્યાં વેશ બદલીને આવ્યા અને રાજને મૂર્તિનું નિર્માણ કરવા માટે એક મહિના સુધીનો સમય માંગ્યો. જોકે તેમણે બાદમાં જે ખંડમાં મૂર્તિનો નિર્માણ કરશે, ત્યાં કોઇને પ્રવેશ ના કરવાની શરત રાખી. આ શરતનો સ્વીકાર રાજાએ કર્યો. પરંતુ એક મહિનાની સમાપ્તિના કેટલાક દિવસો પહેલા જ તે ખંડમાં કોઇ પણ પ્રકારની હલનચલન બંધ થઇ ગઇ, ત્યારે રાજાએ ચિંતામાં આવીને તે ખંડનો દરવાજો ખોલી દીધો, કેમકે તેમને ડર હતો કે વૃદ્ઘ શિલ્પીને કઇ થયું ના હોય. જ્યારે આ ખંડનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે મૂર્તિની સિવાય બીજું કંઇ ન હતુ. રાજાને તેમની શરત યાદ આવતા તેઓ દુ:ખી થયા અને તે જ સમયે આકાશવાણી થઇ આ તમામ ભગવાનની ઇચ્છાથી થયું છે. જો દેવ વિશ્વકર્મા ઇચ્છતા તો એક  એક મૂર્તિઓનું નિર્માણ કરી શકતા હતા, પરંતુ તેમણે તેમ ના કર્યો અને ત્રણેય મૂર્તિઓનું નિર્માણ અધૂરું કર્યુ અને આ જ મૂર્તિઓની મંદિરમાં સ્થાપિત કરવાની આજ્ઞા કરી, જે પછી ભગવાનને આજ રીતે પૂજવામાં આવી રહ્યા છે.

આ સિવાય પણ એક લોકકથા અનુસાર, એક વખત માતા દેવકી ભગવાન કૃષ્ણની તમામ રાણીઓને રાધા-કૃષ્ણની કથા સંભળાવી રહ્યા હતા, તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રા સાંભળી રહ્યા હતા. કથા સાંભળવામાં તેઓ એટલા તલ્લીન થઇ ગયા કે જાણે તેઓ મૂર્તિ હોય અને તેમના હાથ જ ના હોય. આ સમયે નારદ મૂનિએ ઇચ્છા પ્રકટ કરી કે આ રૂપના દર્શન સંસારના તમામ લોકો કરે.Recent Story

Popular Story