બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:07 PM, 18 July 2024
જગન્નાથ મંદિરના રત્ન ભંડારને ખોલી દેવામાં આવ્યું છે. લાંબા સમય બાદ આ ખજાનાને ખોલવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે અલગ અલગ પ્રકારના હીરા જવેરાત અને સોનાથી ભરેલા 12 બોક્સની સાથે એક તિજોરી પણ છે.
ADVERTISEMENT
અંદાજો લગાવી શકાય કે આખરે જગન્નાથ મંદિરના આ રત્ન ભંડારમાં કેટલું સોનું કે ખજાનો છે. પરંતુ આખરે જગન્નાથ મંદિરમાં આટલું સોનું ક્યાંથી આવ્યું અને કોણે મંદિરને આટલા સોનાનું દાન આપ્યું?
ADVERTISEMENT
રત્ન ભંડારમાંથી શું શું નિકળ્યું?
હાલ જગન્નાથ મંદિરમાં રત્નભંડારથી શું શું મળ્યું છે તેની ઓફિશ્યલ જાણકારી સામે નથી આવી. અત્યાર સુધી આ સામાનોની ઈન્વેન્ટરી નથી થઈ. આ ભંડારના સમારકામ બાદ કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે હીરા જવેરાત અને સોનાથી ભરેલા 12 બોક્સ છે.
હવે પહેલા 1805માં ચાર્લ્સ ગ્રોમની તરફથી ખજાનોનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું તે સમયે 64 સોના ચાંદીના આભુષણ હતા. સાથે જ 128 સોનાના સિક્કા, 1,297 ચાંદીના સિક્કા, 106 તાંબાના સિક્કા અને 1,333 પ્રકારના કપડા હતા.
કોણે દાન કર્યા હતા આ આભુષણ?
આમ તો આ મંદિરમાં રાજા-મહારાજાઓની આસ્થા રહી છે. જેના કારણે ઘણા રાજાઓએ મંદિરમાં દાન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મંદિર બનાવ્યા બાદ રાજા અનંગભી દેવે ભગવાન માટે અમુક લાખ માધા સોનાનું દાન કર્યું હતું.
જો માધાની વાત કરવામાં આવે તો એક તોલા સોનામાં બે માધા હોય છે એટલે કે એક માધા પાંચ ગ્રામનો હોય છે. આ હિસાબથી તેમણે લગભગ 5 કિલો સોનું મંદિરને દાન આપ્યું હતું. તેના ઉપરાંત સૂર્યવંશી શાસકોએ પણ ભગવાન જગન્નાથ માટે બહુમુલ્ય રત્ન અને સોનું અર્પિત કર્યું હતું.
મંદિરમાં ઘણું દાન કર્યું
રિપોર્ટ્સ અનુસાર 12મી સદીમાં મંદિર બન્યા બાદ 15મી સદીમાં સૂર્યવંશી રાજા મહારાજા કપિલેન્દ્ર દેવે મંદિરને ખૂબ જ દાન આપ્યું. તે સમય દરમિયાન કપિલેન્દ્ર દેવે મંદિરમાં સોનું, ચાંદી અનેક કીમતી હીરા દાન કર્યા હતા. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કપિલેન્દ્ર દેવે આ દાન આપ્યું હતું તે સમયે તે ઘણા હાથીઓ પર સામાન લાવ્યા હતા. જે તેમણે મંદિરને દાન કર્યુ હતું.
વધુ વાંચો: NTPCએ બહાર પાડી બમ્પર ભરતી, પરીક્ષા ફી આપ્યા વગર આ લોકો ભરી શકશે ફોર્મ, જાણો અન્ય ડિટેલ્સ
આ ઉપરાંત મહારાજ રણજીત સિંહે પણ મોટી માત્રામાં શ્રી જગન્નાથ મંદિરને સોનાનું દાન આપ્યું હતું. રણજીત સિંહની વસીયતમાં કોહિનૂરને પણ જગન્નાથ મંદિરમાં આપવાની વાત કહેવામાં આવી છે. તેના ઉપરાંત પણ ઘણા રાજાઓએ અહીં દાન આપ્યું અને જેના બાદ અહીં સુના બેશાની પરંપરા શરૂ થઈ. જેમાં ભગવાનને સોનાથી શણગાર કરવામાં આવે છે. બુધવારે જ જગન્નાથ મંદિરમાં સુના બેશા હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.