ભારત દેશમાં ક્રિકેટરની જેવી લેવિશ લાઇફ છે દુનિયાના દરેક દેશમાં તેવી લાઇફ નથી. ઝિમ્બાવેના એક ક્રિકેટરે એવી તસવીર શૅર કરી જેને જોઇને આપણી આંખમાં પણ આંસુ આવી જશે.
આ ક્રિકેટ ટીમની ખરાબ દશા
ઝિમ્બાવેના ક્રિકેટરે કરી ટ્વિટ
પ્યુમાએ આપ્યો જવાબ
ઝિમ્બાવેના બેટ્સમેન રેયાન બર્લે ક્રિકેટના ખરાબ હાલ તરફ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. 27 વર્ષના ક્રિકેટરે સોશ્યલ મિડીયા પર ફાટેલા જૂતાની તસવીર શૅર કરીને ભાવૂક અપીલ કરી છે.
આ ક્રિકેટરે ઝિમ્બાવે તરફથી ત્રણ ટેસ્ટ, 18 વન ડે ઇન્ટરનેશનલ અને 25 ટી 20 રમી છે. તેણે પોતાના જૂતાની તસવીર અને ગુંદર સાથેની તસવીર શૅર કરી છે.
જ્યારે ક્રિકેટ બોર્ડથી કરોડો ડૉલર કમાઇ રહ્યાં છે ત્યારે બર્લે પૂછ્યુ કે શું કોઇ સંભાવના છે કે અમને કોઇ સ્પોન્સર મળે, જેથી દરેક મૅચ બાદ અમારે જૂતા ચોંટાડવા ન પડે.
બર્લની અપીલનો જવાબ
બર્લની આ અપીલ પર પ્યૂમાએ જવાબ આપ્યો અને ટીમને સ્પોન્સર કરવાનો વાયદો કર્યો છે. તેણે કહ્યું કે હવે જૂતાને ચોંટાડવાનો સમય ગયો.
વર્લ્ડ કપ 1983થી પહેલા વન ડે ઇન્ટરનેશનલ ટીમનો દરજ્જો હાંસલ કરનાર ઝિમ્બાવેને 1992માં ટેસ્ટનો દરજ્જો મળ્યો પરંતુ છેલ્લા થોડા સમયથી આ ટીમ ઇન્ટરનેશનલ માટે ઝઝૂમી રહી છે.
દેશ ફ્લાવર બંધુઓ એન્ડી અને ગ્રાંટ, એલિસ્ટેર કેંપબેલ, ડેવ હોટન, હીથ અને નીલ જેવા ખેલાડીઓ તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યાં. આ ખેલાડીઓએ ઝિમ્બાવેનું પ્રતિનિધિત્વ કરીને ખુબ સફળતા હાંસલ કરી હતી.
ICCએ સરકારી હસ્તક્ષેપના કારણે 2019માં દેશના ક્રિકેટ બોર્ડને નિલંબીત કરીને ગયા વર્ષે પણ ટી 20 વર્લ્ડકપમાં હિસ્સો લેવાથી રોકી દીધી હતી. હાલમાં પાકિસ્તાન અને ઝિમ્બાવે બે ટેસ્ટ સિરીઝમાં ક્લિન સ્વીપ કરવા સિવાય ટી 20 સિરીઝ 2-1થી જીતી હતી.
1983માં પોતાના પહેલા વર્લ્ડકપમાં ઝિમ્બાવેને પાંચ મેચમાં હાર મળી હતી અને ઓસ્ટ્રેલિયાને 13 રનથી હરાવીને ઝિમ્બાવેએ પોતાના આગમનની ઘોષણા કરવામાં સફળ રહી હતી. જે બાદ તે 1987ના વર્લ્ડકપમાં છ ગ્રુપ ટેસ્ટ મેચ હારી ગયા હતા.