બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / પ્રેમમાં પડ્યા એટલે પત્યું! જ્યારે ગર્લફ્રેન્ડ માટે ભારતીય ક્રિકેટરે છોડ્યો દેશ, અજબ પ્રેમ કી ગજબ કહાની
Last Updated: 04:35 PM, 11 January 2025
ADVERTISEMENT
શાહરૂખની ફિલ્મ ઓમ શાંતિ ઓમનો ડાયલોગ છે ને કે, "કિસી ચીઝ કો અગર સચ્ચે દિલ સે ચાહો તો, પૂરી કાયનાત તુમ્હે ઉનસે મિલાને કી કોશિશ મે લગ જાતી હૈ". આવી જ કંઈક લવ સ્ટોરી ભારતના એક પૂર્વ ક્રિકેટરની છે. આ ક્રિકેટર તેની મેહબૂબાને મેળવવા માટે ભારત છોડી સાઉથ આફ્રિકા જતો રહ્યો હતો, જ્યાં તેને બેન પણ કરવામાં આવ્યો. પરંતુ ઇશ્ક તેના ઝેહન પર એ હદે સવાર હતું કે, તે તેના માટે ગમે તે હદને પાર કરવા તૈયાર હતો. આપણે આજે તે આશિક-મિજાજ ક્રિકેટરની લવ સ્ટોરી વિશે વાત કરીશું.
આપણે મનસુર અલી ખાન પટોડીથી લઈ સચિન અને કોહલીની લવ સ્ટોરી વિશે જાણીએ છીએ. પરંતુ આજે એક ક્રિકેટરની વાત કરીશું જેની કહાનીમાં રોમાન્સ અને એડવેન્ચર બંને છે. વર્ષ 1970-1980ના દાયકામાં ભારતના ડોમેસ્ટિક ક્રિકેટનું પ્રમુખ નામ રહેલ મહાલિંગમ વેંકંટેશને તેના લવ માટે એવું જોખમ ઉઠાવ્યું કે તેની લાઇફ જ બદલાઈ ગઈ.
ADVERTISEMENT
70 વર્ષીય મહાલિંગમ વેંકટેશનને એક ઇન્ટરવ્યૂમાં તેની લવ સ્ટોરી વિશે જણાવ્યું કે,"હું મારી પત્ની પ્રિસિલાને મળ્યો, જે દક્ષિણ આફ્રિકન-ભારતીય હતી, તે 1983માં ભારત આવી હતી. પણ જ્યારે તે પરત ગઈ ત્યારે મે તેની પાછળ દક્ષિણ આફ્રિકા જવાનું મન બનાવી લીધું હતું. તે સમયમાં મુસાફરી કરવી સરળ નહોતી. કોઈ પણ ઈઝીલી દક્ષિણ આફ્રિકા જઈ નહતુ શકતુ. પણ મને ભારત સરકાર તરફથી ખાસ પરવાનગી મળી હતી અને હું તે જ વર્ષે આફ્રિકા ગયો હતો. હું ત્યાં એક સંબંધીને મળવાનું બહાનું કાઢી ગયો હતો. તે સમયે ફક્ત પેપર વિઝા જ મળતા હતા. ડરબનમાં ઉતર્યા બાદ જ્યારે મેં પ્રિસિલાને ફોન કરીને કહ્યું કે હું અહીં છું, ત્યારે તેને વિશ્વાસ ન થયો. તેને કહ્યું 'તું જુઠ્ઠું બોલી રહ્યો છે'. હું તેમના વર્કપ્લેસ પર ગયો અને કહ્યું, જો હું અહીંયા જ છું, હું ભારતથી તને મળવા આવ્યો છું."
આ ભૂતપૂર્વ ક્રિકેટરે જણાવ્યું કે, "મારી પત્ની અને તેની બહેન SBIમાં કરન્સી બદલાવા આવી હતી. એવામાં ચેન્નાઈમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે એક ટેસ્ટ મેચ રમાઈ રહી હતી. જેથી હું તેને એ મેચ જોવા લઈ ગયો હતો. તે દિવસે કંઈક એવું બન્યું અને આજે તેના અને મારા લગ્નને 38 વર્ષ થઈ ગયાં છે". ઉલ્લેખનીય છે કે મહાલિંગમ વેંકટેશન તમિલનાડુમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ટીમ માટે રમતા હતા.
દક્ષિણ આફ્રિકા પહોંચ્યા બાદ, મહાલિંગમ વેંકટેશન ત્યાં પણ ક્રિકેટ રમવા માંગતા હતા. તે વખતે દક્ષિણ આફ્રિકાના સ્થાનિક ક્રિકેટમાં બે બોર્ડ હતા - નેટલ ક્રિકેટ એસોસિએશન અને નેટલ ક્રિકેટ બોર્ડ. જ્યારે તે માત્ર 24 કે 25 વર્ષના હતા, ત્યારે તે એક સ્થાનિક ટીમમાં જોડાયા.
આખરે તેમને NCBમાં ક્રિકેટ રમવાનો મોકો મળ્યો. જ્યાં તેમને 'મહાલિંગમ મુરલી' નામથી કેટલીક મેચ રમી. પરંતુ જ્યારે તેમનો વિઝા એક્સપાયર થવાનો હતો ત્યારે તેમને એક્સટેન્શન માટે અરજી કરી, પરંતુ મુશ્કેલીઓ પેદા થઈ ગઈ. તેમના કોઈ પરિચિતે ઝામ્બિયામાં રાજદૂતનો સંપર્ક કર્યો, જેમને બાદમાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA)નો સંપર્ક કર્યો. SBIના તેમના મેનેજરે તેમને પૂછ્યું કે, 'તમે દક્ષિણ આફ્રિકામાં કેવી રીતે રમી શકો ?' આ દબાણના કારણે તેમને પ્રિસિલા છોડીને ભારત પરત ફરવું પડ્યું હતું.
તેમને આગળ જણાવ્યું કે, "દક્ષિણ આફ્રિકામાં તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મેં ચાર મેચમાં ખરેખર સારું પ્રદર્શન કર્યું હતું. પસંદગીકારો બેન્સન અને હેજીસ ટુર્નામેન્ટ માટે મળવાના હતા. મારું સિલેક્શન પણ થયું પણ હું આગળ વધું તે પહેલાં જ તેમને ખબર પડી કે હું દક્ષિણ આફ્રિકાનો નથી અને પછી તેમને મારા પર પ્રતિબંધ મૂકી દીધો." NCBએ કહ્યું કે 'તમે રમી નહીં શકો'. તેમને એમ લાગતું હતું કે, દક્ષિણ આફ્રિકાની બહારનો કોઈ પણ ખેલાડી તેમના માટે રંગભેદનું સમર્થન કરે છે. જેથી હું ભારત પાછો આવ્યો, પણ હું દક્ષિણ આફ્રિકામાં રમનાર પહેલો ભારતીય હતો.
મહાલિંગમ વેંકટેશનની પત્ની 1986માં પાછી આવી અને બંનેએ તે જ વર્ષે લગ્ન કરી લીધા. તેમને તેમના જીવનના આગામી 15 વર્ષ દક્ષિણ આફ્રિકામાં સાથે પસાર કર્યા. 2000 માં પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ મહાલિંગમના જીવનનું બીજુ ચેપ્ટર શરુ થયુ. તે હવે દક્ષિણ આફ્રિકન છે જેમને ઘણી સફળતા મેળવી છે. તેમને રેસ્ટોરન્ટના બિઝનેસમાં ઝંપલાવ્યુ અને ટુંક સમયમાં તે ત્રણ રેસ્ટોરન્ટનો માલિક પણ બની ગયા.
તેમને જણાવ્યું કે, "હું છેલ્લા 24 વર્ષથી દક્ષિણ આફ્રિકામાં છું. અહીં આવ્યા બાદ મેં ત્રણ રેસ્ટોરન્ટ શરૂ કર્યા. રેસ્ટોરન્ટનું પહેલું નામ લિટલ ઈન્ડિયા હતું. બધા આવતા હતા. તેને બંધ કર્યા બાદ મેં પાલકી અને માલી ઇન્ડિયન રેસ્ટોરન્ટ નામના બીજા બે રેસ્ટોરન્ટ ખોલ્યા. માલી રેસ્ટોરન્ટ દ્વારા સારું કામ થયું. પણ જ્યારે મારો દીકરો વર્ષ 2019માં કેનેડા ગયો ત્યારે મેં તે પણ છોડી દીધું. હું ત્રણ રેસ્ટોરન્ટનો ડિરેક્ટર હતો. મારી નેટવર્ લગભગ બે મિલિયન રૈંડ હતી, જે એક કરોડ રૂપિયા જેટલી થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Champions Trophy 2025 / એવાં 3 ભારતીય ખેલાડીઓ, કે જેઓ સતત ત્રીજી વખત રમશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો નામ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.