કોરોના વાયરસના કારણે વિશ્વમાં સ્પોર્ટ્સ જગતને જોરદાર ઝટકો લાગ્યો છે. જોકે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઇ રહી છે ત્યારે BCCIમાં આઈપીએલ અને પ્રેક્ટીસ કેમ્પના આયોજનને લઈને હલચલ તેજ થઇ ગઈ છે. સૂત્રો અનુસાર બોર્ડે સરકાર પાસે આઈપીએલના આયોજન માટે બે જગ્યાના નામ પર સલાહ માંગી છે. આમ આઈપીએલનું આયોજન ક્યા થશે તેના પરથી સસ્પેન્સ ઉઠતો દેખાઈ રહ્યો છે.
BCCIએ સરકાર પાસે મહારાષ્ટ્ર અને UAEનું નામ મોકલ્યું : સૂત્રો
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે મંજૂરી નહીં મળે તેથી UAE પર મહોર વાગશે
T 20 વર્લ્ડ કપ રદ્દ થવાની જાહેરાત થવાની જોવાઈ રહી છે રાહ
IPLના આયોજન માટે હલચલ તેજ
આઈપીએલના આયોજનને લઈને ભાતભાતની ચર્ચાઓ ચાલી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર BCCIએ સરકાર સામે મહારાષ્ટ્ર અને યુએઈ એમ બે વિકલ્પ આપ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયથી સાફ થઇ ગયું છે કે IPLનું આયોજન કયા દેશમાં થઇ શકે છે. સૂત્રો અનુસાર બોર્ડે ટૂર્નામેન્ટને લઈને પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. હવે બસ એક વાર T20 વર્લ્ડ કપ રદ્દ થવાની રાહ જોવામાં આવી રહી છે.
શુક્રવારે આઈપીએલની ગવર્નિંગ બોડીમાં ટૂર્નામેન્ટના સંભવિત શેડ્યુલ અને સ્થળને લઈને ચર્ચા કરવામા આવી પરંતુ જે પ્રકારે બીસીસીઆઈએ સરકાર પાસે સલાહ માંગી છે તેને જોતા હવે સ્પષ્ટ થઇ ગયું છે કે લીગનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે.
બે નામ પર સલાહ માંગવામાં આવી
આઈપીએલના આયોજનને લઈને છેલ્લા ઘણા દિવસથી ખૂબ ચર્ચા કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા બોર્ડે ન્યૂઝીલેન્ડના પ્રસ્તાવનપ પણ ઉલ્લેખ કર્યો હતો જે ન્યૂઝીલેન્ડના બોર્ડે બીજા જ દિવસે નકારી દીધો હતો. સૂત્રો અનુસાર હવે બીસીસીઆઈ તરફથી સરકાર સામે વિકલ્પના રૂપમાં મહારાષ્ટ્ર અને યુએઈના નામ પર સલાહ માંગવામાં આવી છે.
બીસીસીઆઈએ સરકારને મહારાષ્ટ્રનું નામ કેમ આપ્યું ?
બીસીસીઆઈએ જે બે નામ આપ્યા છે તેને જોઇને સાફ કહી શકાય કે કઈ જગ્યાએ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. બધાને ખબર છે કે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના કેસ છે અને પરિસ્થિતિ વધુને વધુ ખરાબ થઇ રહી છે. એવામાં સરકાર ત્યાં તો મંજૂરી આપવાથી રહી. આમ મહારાષ્ટ્રનું નામ આપીને બોર્ડે જાણીજોઇને પોતાનો ફેંસલો અપ્રત્યક્ષ રૂપથી સરકારને આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આમ હવે ભારત જ નહીં વિશ્વની સૌથી લોકપ્રિય ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે.
આઈસીસી તરફથી આધિકારિક રૂપથી ટી 20 વર્લ્ડ કપ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. આમ આવનારા દિવસોમાં ધીમે ધીમે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થઇ જશે.