બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઈન્કમ ટેક્સ રિફંડનો મેસેજ આવે તો ધ્યાન રાખજો! એક ક્લિક અને ખાતામાંથી પૈસા ગાયબ
Last Updated: 02:15 PM, 17 July 2024
ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે અને મોટાભાગના લોકો આવકવેરા રિટર્ન ભરવામાં વ્યસ્ત છે. પરંતુ શું તમે જાણો છો કે આ તકનો લાભ લેવા માટે ‘ફ્રોડ કરનાર લોકો’ પણ એક્ટિવ થઈ ગયા છે. થોડા દિવસોમાં ITR રિફંડના નામે ફ્રોડ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે.
ADVERTISEMENT
હવે જે લોકો રિટર્ન ફાઇલ કર્યા પછી રિફંડ થવાના મેસેજની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેઓએ સાયબર ઠગથી બચીને રહેવાની જરૂર છે. તમારું રિફંડ આવી ગયું છે.. દેશના કેટલાક ભાગોમાં, આવા SMS સ્કેમર્સ દ્વારા લોકોને મોકલવામાં આવી રહ્યા છે. એવામાં એક નાની ભૂલ તમારું આખું એકાઉન્ટ ખાલી કરી શકે છે. સાથે જ આવકવેરા વિભાગે આ અંગે એક એડવાઈઝરી જારી કરી છે.
ADVERTISEMENT
સ્કેમર્સ દ્વારા મોકલવામાં આવતા આ SMSમાં યુઝર્સને આવકવેરા વિભાગના સત્તાવાર પ્લેટફોર્મને મળતી એક ફેક વેબસાઇટ મોકલવામાં આવે છે અને તેના પર ક્લિક કર્યા બાદ આ ફેક વેબસાઇટ પર રીડાયરેક્ટ કરે છે. એ બાદ ટેક્સપેયર આ બનાવટી સાઇટ પર તેમની પર્સનલ ડિટેલ દાખલ કરે છે અને તેઓ ફ્રોડનો શિકાર બને છે.
જો તમે પણ ITR ફાઈલ કર્યું છે અને રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો હવે તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે. સાયબર ઠગ્સ જે મેસેજ મોકલી રહ્યા છે તેમાં લખ્યું છે કે, તમારા નામે 15,490 રૂપિયાનું ઈન્કમ ટેક્સ રિફંડ મંજૂર કરવામાં આવ્યું છે. રકમ જલ્દી જ તમારા ખાતામાં જમા થઈ જશે. તમારો એકાઉન્ટ નંબર 5XXXXXX6755 છેક કરો અને જો તે સાચો ન હોય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમારા બેંક એકાઉન્ટની ડિટેલ અપડેટ કરો.
આ રીતે ખોટા એકાઉન્ટ નંબર જોઈને ઘણા લોકો ઉતાવળમાં પોતાનો એકાઉન્ટ નંબર સુધારવા માટે મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરી રહ્યા છે અને આ ફેક વેબસાઇટ પર એકાઉન્ટ નંબર સુધારવા માટે ડિટેલ ભરે છે. એ બાદ વેરિફિકેશનના નામે ‘OTP’ મોકલવામાં આવે છે. સ્કેમર્સ OTP દાખલ થતાની સાથે જ બેંક એકાઉન્ટ ખાલી કરી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.