બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 06:57 PM, 29 January 2022
ADVERTISEMENT
ટેક્સ વ્યાજની સાથે આપવો પડશે દંડ
જો કે નિર્ધારિત તારીખ બાદ આઈટીઆર ફાઈલ કરશો તો દંડ ભરવો પડશે. જે કરદાતાના ટેક્સ સ્લેબ પર નિર્ભર રહેશે. જો કે, એક ટેક્સની જવાબદારી હોવા છતા એક કરદાતા અંતિમ તારીખ સુધીમાં આઈટીઆર ફાઈલ કરતા નથી તો તેને ન્યુનત્તમ 3 વર્ષ અને મહત્તમ 7 વર્ષ સુધીની જેલ પણ થઇ શકે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, મુંબઈના ટેક્સ અને ઈન્વેસ્ટમન્ટ નિષ્ણાંતે કહ્યું, અંતિમ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ ઈન્કમ ટેક્સ, ડિપાર્ટમેન્ટ ટેક્સ અને વ્યાજ સિવાય કરદાતાની વાસ્તવિક ટેક્સની જવાબદારી પર 50 થી 200 ટકા સુધીનો દંડ ફટકારી શકાય છે. જો કોઈ કરદાતા ટેક્સની જવાબદારી છતાં આઈટીઆર દાખલ કરતુ નથી તો કેન્દ્ર સરકારની પાસે કરદાતાની સામે કેસ ચલાવવાનો અધિકાર છે.
ADVERTISEMENT
10 હજારથી વધુ ટેક્સ ચૂકવણી પર ચાલશે કેસ
આવકવેરા કાયદામાં કેસ ચલાવવા સાથે જોડાયેલા નિયમોના સંબંધમાં ટેક્સ નિષ્ણાંતે કહ્યું, આવકવેરા કાયદામાં ન્યુનત્તમ ત્રણ વર્ષ અને મહત્તમ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એવુ નથી કે ડિપાર્ટમેન્ટ આઈટીઆર ના ભરવાના મામલામાં કેસ ચલાવી શકે છે. આવા કેસમાં ટેક્સ વિભાગ ત્યાં સુધી કેસ ચલાવી શકે છે, જ્યાં સુધી ટેક્સની રકમ 10,000 રૂપિયાથી વધુ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.