બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Itel A46 Budget Smartphone With Dual Rear Cameras Launched

લેટેસ્ટ / iPhone જેવા ફીચરનો 3 કેમેરાની સાથે લૉન્ચ થયો 5 હજાર રૂપિયાથી સસ્તો મોબાઇલ ફોન

vtvAdmin

Last Updated: 12:54 PM, 17 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્માર્ટફોન બ્રાન્ડ Itel એ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સ્માર્ટફોન Itel A46માં ડુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઑફ બૉક્સ એન્ડ્રૉઇડ જોવા મળ્યા છે.

સ્માર્ટફોન બ્રાન્ડ Itel એ ઇન્ડિયન માર્કેટમાં નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવા સ્માર્ટફોન Itel A46માં ડુઅલ રિયર કેમેરા સેટઅપ, રિયર ફિંગરપ્રિન્ટ સેન્સર અને આઉટ ઑફ બૉક્સ એન્ડ્રૉઇડ જોવા મળ્યા છે. 

કંપનીએ આ ફોનની કિંમત 4,999 રૂપિયા રાખી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એમાં ઑક્ટા-કોર પ્રોસેસરની સાથે સેલ્ફી માટે સૉફ્ટ ફ્લેશ આપવામાં આવી છે. આઇટેલ મોબાઇલનું કહેવું છે કે આ ફોન માર્કેટમાં Redmi 6A ને સ્પર્ધા આપશે. 

Itel A46માં ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 મેગાપિક્સલનું પ્રાઇમરી સેન્સર અને એક VGA AI કેમેરો છે, તો બીજી બાજુ સેલ્ફી માટે ફોનમાં એલઇડી ફ્લેશની સાથે 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરો આપવાામાં આવ્યો છે. 

આઇફોન જેવા ફીચર્સ 
ફોનમાં ફેસને અનલૉક સપોર્ટ છે અને છેલ્લા ભાગ પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ થશે. બેટરી 2400 એમએએચની છે. એના પહોળાઇ 8.3 મિલીમીટર હશે. ફોન સ્ક્રીન ગાર્ડ અને સિલિકૉન કેસની સાથે આવે છે. 

બીજું શું છે ખાસ 

  • Itel A46 સ્માર્ટફોનમાં 5.45 ઇંચની ફુલ સ્ક્રીન એચડી + આઇપીએસ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રેઝોલ્યૂશન 1440*720 પિક્સલ છે. 
  • એન્ડ્રોઇડ 9 પાઇ પર ચાલનાર આ ફોનમાં 1.6GHZ ઑક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. 
  • ફોનમાં 2GB રેમની સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છ, જેની મેમરી માઇક્રોએસડી કાર્ડ દ્વારા 128 GB સુધી વધારી શકાય છે. 
  • ફોનનું બીજું એક વેરિેન્ટ પણ લૉન્ચ કરવામાં આવ્યું છે જેમાં 1 GB રેમની સાથે 16GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવાામાં આવી છે. 
  • ફોનમાં પાવર આપવા માટે Itel A46 માં 2400 mAhની બેટરી આપવામાં આવી છે. 
  • આ ફોન ડ્યૂલ ટોન કલર - ગ્રેડિયન્ટ ડાયમંડ ગ્રે, રેડ, નિયૉન વૉટર અને ડાર્ક વૉટર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. 
     

સંકળાયેલા મુદ્દાઓ

ITEL Itel A46 SmartPhone Smartphone sale Technology iphone Latest
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ