વધુ પડતા તેલ-મસાલાવાળા માંસ અને માછલીના સેવનને પરિણામે કિડનીમાં ક્રિએટિનાઇનની સમસ્યા જન્મે છે.
કિડનીમાં ક્રિએટિનાઇનનો વધારો શરીરમાં નોતરે છે અનેક રોગ
ખરાબ કચરો તમારા શરીરમા જમા થવા લાગે તો સતર્ક રહેવું
આ લક્ષણો જણાય તો તબીબનો સંપર્ક કરવો
કિડનીમાં ક્રિએટિનાઇનનો વધારો શરીરમાં અનેક રોગને નોતરે છે. વધુમાં તેનાથી લાંબા ગાળે કિડનીમાં નુકસાન પણ થઈ શકે છે. જેથી તેની કાર્યક્ષમતા પર અસર થાય છે. આથી ખરાબ કચરો તમારા શરીરમા જમા થવા લાગે છે. જેથી અનેક રોગ ઘર કરે તેવી શકયતા જોવા મળે છે.
ક્રિએટીનાઇન શું છે?
ક્રિએટાઇનએ શરીરમાં બનતું ખરાબ એમિનો એસિડ છે. વધુ પડતા તેલ-મસાલાવાળા માંસ અને માછલીના સેવનને પરિણામે ઉદભવે છે. આ તે ખરાબ વસ્તુ છે જે તમારા મસલ્સ દ્વારા બનાવાઈ છે. લોહીને ફિલ્ટર કરવાનું કામ કિડની કરે છે. જે કચરો પેશાબ દ્વારા બહાર કાઢે છે. કિડની યોગ્ય રીતે કામ કરી શકતી નથી, ત્યારે ક્રિએટિનાઇન જમા થવા લાગે છે. જે ખૂબ નુકસાનકારક છે.
વારંવાર યુટીઆઈ
આ સંજોગોમાં વારંવાર પેશાબ કરવો પડે છે. ક્યારેક પેશાબ દરમિયાન બળતરાની સમસ્યા છે. અને ક્યારેક પેશાબની ઘટ સહિતની સમસ્યા જાગે બાદમાં આ ચેપ કિડની સુધી પહોંચે છે.
આખા શરીરમાં ખંજવાળ
ક્રિએટિનાઇન વધે ત્યારે લોહીમાં કેટલાક દૂષિત તત્વો વધી જાય છે, જેના કારણે ત્વચા ખરાબ થાય અને ખંજવાળ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જેથી તબીબનો સંપર્ક કરવો
ભૂખ અને ઉબકા
ક્રિએટિનાઇન લેવલ વધી ગયું છે કે હવે તમને ભૂખ નથી લાગતી અને જમીલી વસ્તુ પચતી નથી. વારંવાર ઉબકા આવવાની સમસ્યા થઈ શકે છે.
પગમાં સોજો
પગમાં સોજો આવવા પાછળનું મુખ્ય કારણ ક્રિએટિનાઇનમાં વધારો હોઈ શકે છે. જ્યારે કિડનીમાં ઝેરી સંયોજન વધે છે, ત્યારે તેના કારણે પગમાં સોજો આવે છે.