itbp official killed head constable injured in naxal blast in chhattisgarh
BREAKING /
છત્તીસગઢમાં નક્સલીઓની કાયરતાપૂર્ણ હરકત: પેટ્રોલીંગ કરી રહેલી ટુકડી પર કર્યો IED બ્લાસ્ટ, એક જવાન શહીદ
Team VTV12:07 PM, 14 Mar 22
| Updated: 12:10 PM, 14 Mar 22
છત્તીસગઢમાંથી નક્સલીઓની વધુ એક કાયરતાપૂર્ણ હરકત સામે આવી છે. જ્યાં તેમણે પેટ્રોલીંગ કરી રહેલા જવાનો પર અટેક કર્યો હતો.
છત્તીસગઢમાં નક્સલીઓનો અટેક
આ હુમલામાં એક જવાન શહીદ થયા
એક જવાન ઘાયલ થતાં હોસ્પિટલે પહોંચાડ્યા
છત્તીસગઢના નારાયણપુરમાં નક્સલીઓ IED બ્લાસ્ટમાં ITBPના એક અધિકારી શહીદ થઈ ગયા છે. બ્લાસ્ટમાં એક હેડ કોન્સ્ટેબલ પણ ધાયલ થયા છે. નક્સલીઓએ ફરી એક વાર કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. તેમણે ઘાત લગાવીને ITBPના જવાનો પર હુમલો કર્યો હતો. ઘાયલ જવાનને એરલિફ્ટ કરીને રાયપુર સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. નારાયણપુરના એસપી સદાનંદ કુમારે જણાવ્યું હતું કે, નક્સલીઓએ જવાનોના રસ્તા પર આઈઈડી લગાવ્યા હતા. આ બ્લાસ્ટમાં એક જવાન શહીદ થયા છે.
Chhattisgarh | ITBP 53rd Bn's ASI Rajendra Singh has been martyred & Head Constable Mahesh injured in an IED blast done by Naxals in the Sonpur area of Narayanpur. Injured jawan will be airlifted to Raipur for better treatment: SP Narayanpur Sadanand Kumar
રિપોર્ટ્સમાં જણા્વ્યા અનુસાર સોમવારે આઈટીબીપીની એક ટુકડી પેટ્રોલિંગ માટે નિકળી હતી. સોનાપુર હદ વિસ્તારમાં નક્સલીઓએ આઈઈડી લગાવ્યા હતા. જવાનો તેની ચપેટમાં આવી ગયા હતા. આ બ્લાસ્ટમાં એક જવાન શહીદ થઈ ગયા હતા અને એક ઘાયલ થયા હતા. એસપી સદાનંદ કુમારે જણાવ્યું છે કે, એએસઆઈ રાજેન્દ્ર કુમાર હુમલામાં શહીદ થયા છે. તો વળી કોન્સ્ટેબલ મહેશ કુમાર ઘાયલ થયા છે.
આ અગાઉ 13 માર્ચે છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં બે જવાન ઘાયલ થયા હતા. બસ્તર રેંજના ડીજીપી સુંદરરાજે જણાવ્યું હતું કે, અથડામણ રવિવારે સવારે કેરલાપાલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેતા નજીકના ગામમાં થઈ હતી.