વિજયભવ / ચીનને વધુ એક ઝટકો, ITBPએ પેંગોગ લેકની પાસેના અન્ય મહત્વના મોર્ચા સર કર્યા

itbp now captures new important positions near pengong lake

પૂર્વ લદ્દાખ સ્થિત પેંગોંગ લેકના દક્ષિણ કિનારાની પ્રમુખ ટોચ પર ભારતીય સેનાની મોર્ચે બંધી બાદ ઈન્ડો તિબ્બત સીમા પોલીસના ઓછોમાં ઓછા 30 જવાનોએ વધુ નવા અને મહત્વના મોર્ચા પર ઝંડા ગાડ્યા છે. આઈટીબીપીના જવાનોએ રણનીતિક રુપે બહુ મહત્વ પૂર્ણ બ્લેક ટોપ એરિયાની પાસે નવી જગ્યાઓ પર મોર્ચાબંધી કરી લીધી છે. ભારત માટે આ સફળતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે હવે પૂર્વ લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર તૈનાત ચીની સૈનિકોની હરકત પર આ આઈટીબીપીના જવાનો સ્પષ્ટ રીતે પકડી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ