italy man tests found positive for monkeypox covid hiv at same time
OMG /
દુનિયાનો પ્રથમ કેસ: મંકીપૉક્સ, HIV અને કોરોનાથી સંક્રમિત થયો શખ્સ, જોઈ લો ક્યાં આવ્યો છે આ કેસ
Team VTV02:47 PM, 24 Aug 22
| Updated: 02:55 PM, 24 Aug 22
ઈટલીમાં સંશોધકોની સામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સને એક જ સમયે મંકીપોક્સ, કોવિડ 19 અને એચઆઈવી પોઝિટિવ થયો છે.
ઈટલીમાં સંશોધકો સામે નવો કિસ્સો સામે આવ્યો
ઈટલીના એક શખ્સમાં મંકીપોક્સ, એચઆઈવી અને કોવિડ પોઝિટિવ થયો
સ્પેનની મુસાફરી કરીને આવ્યો હતો આ શખ્સ
ઈટલીમાં સંશોધકોની સામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક શખ્સને એક જ સમયે મંકીપોક્સ, કોવિડ 19 અને એચઆઈવી પોઝિટિવ થયો છે. આવી રીતે સંશોધકોએ મંકીપોક્સ, કોવિડ 19 અને એચઆઈવીથી સંક્રમિત પરીક્ષણ કરનારા આ વ્યક્તિ વિશ્વનો પ્રથમ હોવાની સૂચના આપી છે. સંક્રમિત વ્યક્તિ હાલમાં સ્પેનની એક નાની મુસાફરી કરીને પરત આવ્યો છે.
દર્દી, જે 36 વર્ષિય ઈટાલિયન વ્યક્તિ છે, તે સ્પેનની 5 દિવસીય યાત્રા કરીને પરત ફર્યા બાદ લગભગ 9 દિવસમાં તાવ, ગળામાં ખરાશ અને થાક, માથાનો દુખાવો જેવા લક્ષણોથી પીડિત હતો. રિપોર્ટ અનુસાર, આ મુસાફરી દરમિયાન તેણે એક પુરુષ સાથે કંડોમ વિના સેક્સ પણ કર્યું હતું.
જર્નલ ઓફ ઈંફેક્શનમાં પ્રકાશિત એક કેસ રિપોર્ટ અનુસાર, લક્ષણ સામે આવ્યા બાદ 3 દિવસ બાદ આ શખ્સ કોરોના પોઝિટિવ થયો હતો. આ વ્યક્તિ જાન્યુઆરીમાં રસી લગાવ્યાના અમુક અઠવાડીયા બાદ કોવિડ 19થી પોઝિટિવ આવ્યો હતો.
કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ થોડા કલાકોની અંદર જમણા હાથમાં અમુક દાણા દેખાયા હતા અને થોડા દિવસ બાદ તેના શરીર પર ફોલ્લીઓ પડવા લાગી હતી. ત્યાર બાદ તેને સિસિલીના પૂર્વીય તટના એક શહેર કેટેનિયાની હોસ્પિટલમાં ઈમરજન્સીમાં ભરતી કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં કરવામાં આવેલા ટેસ્ટમાં તે મંકીપોક્સ, કોવિડ 19 અને એચઆઈવી પોઝિટિવ આવ્યો છે.